ગેજેટ ડેસ્કઃ ચીનની TCL મલ્ટીમીડિયા કંપનીએ પોતાની સ્માર્ટ ટીવી બ્રાન્ડ iFFALCONને ભારતમાં લોન્ચ કરી. TCL એ એન્ડ્રોઇડ બેઝ્ડ iFFALCON સ્માર્ટ ટીવીના ત્રણ મોડલ ભારતમાં લોન્ચ કર્યા છે. કંપનીએ 55 ઇંચનું 4K સ્માર્ટ ટીવી તથા 40 ઇંચ અને 32 ઇંચના ફુલ એચડી સ્માર્ટ LED ટીવી લોન્ચ કર્યા છે. 13499 રૂપિયાથી આ સ્માર્ટ ટીવીની કિંમતો શરૂ થાય છે. ટીસીએલના આ સ્માર્ટ ટીવીની સીધી ટક્કર શાઓમી અને થોમસનના સ્માર્ટ ટીવી સાથે થશે.
ટીસીએલના સ્માર્ટ ટીવી પર મળતી ઓફરઃ ટીસીએલએ પોતાના સ્માર્ટ ટીવીમાં કન્ટેન્ટ બાબતે જિયો ડિજિટલ, નેટફ્લિક્સ, ગૂગલ પ્લે મૂવીઝ, યૂટ્યૂબ, ઇરોઝ નાઉ, વૂટ સહિતની કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. 55 ઇંચના iFFALCON 55K2Aની કિંમત કંપનીએ 45999 રૂપિયા રાખી છે. જ્યારે 40 ઇંચના iFFALCON 40F2ની કિંમત 19999 રૂપિયા અને 32 ઇંચના iFFALCON 32F2ની કિંમત 13499 રૂપિયા રાખવામાં આવી છે. ત્રણેય ટીવીનું વેચાણ 7 મેથી ફ્લિપકાર્ટ પર થશે. ત્રણેય મોડલ જિયોફાય ડેટા કાર્ટ બંડલ્ડ કેશબેક ઓફર સાથે આવશે.
55 ઇંચના iFFALCON 55K2Aના ફીચર્સઃ આ મોડલ ટીસીએલનું ફ્લેગશિપ ઓફરિંગ છે. આ 4K UHD ટીવી 55 ઇંચના અલ્ટ્રા એચડી ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં ક્વૉડ કોર પ્રોસેસર અને ડ્યુઅલ કોર GPUની સાથે 2.56 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ટીવી માઇક્રો ડિમિંગ ટેક્નોલોજી અને વ્હાઇટ એલઇડી એચડી બેકલાઇટ સાથે આવશે. જેના કારણે સ્ક્રીન પર સારો કલર કોન્ટ્રાસ્ટ જોવા મળશે. તેમાં ડોલ્બી 5.1 અને એડવાન્સ DTS પોસ્ટ પ્રોસેસિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. તે સિવાય ટીવીમાં સ્માર્ટ વોલ્યૂમ ફીચર પણ આપવામાં આવ્યું છે. જેનાથી અચાનક જ થતા સાઉન્ડ ફ્લક્ચુએશનમાં ટીવી જાતે જ વોલ્યૂમ એડજસ્ટ કરશે. આ ટીવી એન્ડ્રોઇડ 7.0 નોગટ પર કામ કરશે. તે સિવાય ટીવીમાં ટાસ્ક સ્વિચિંગ, પિક્ચર ઇન પિક્ચર અને ઇનબિલ્ટ ગૂગલ ક્રોમકાસ્ટ ફીચર મળશે.
આગળ જાણો 40 અને 32 ઇંચના સ્માર્ટ એચડી LED ટીવીની ખાસિયતો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.