રિપોર્ટ / ફોન ઉપર વાત કરવામાં ભારતીયો આગળ, બે વર્ષમાં ચાર કલાકનો સમય વધ્યો

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 12:42 PM
Talking on voice calling next to Indians
X
Talking on voice calling next to Indians

  • સપ્ટેમ્બર 2016માં એક યુઝર દીઠ મહિને 366 મીનિટનુ કોલિંગ હતું જે સપ્ટેમ્બર 2018માં 627 મીનિટ થયુ
  • વોઈસ કોલિંગમાં પહેલા દર મીનિટનો ચાર્જ લાગતો, હવે રોજ 5 કલાકનુ ફ્રી કોલિંગ મળે છે

ગેજેટ ડેસ્ક. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ વોઈસ કોલિંગના ચાર્જિસ અને પ્લાન સસ્તા કર્યા હોવા છતાં ભારતીયો ફોન ઉપર વાતો કરવામાં વધુ સમય બગાડતા હોવાના આંકડા સામે આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી(ટ્રાઈ)ના આંકડા પ્રમાણે ભારતમાં ફોન ઉપર વાત કરવાના સમયમાં પાછલા બે વર્ષ કરતા બે ગણો વધી ગયો છે. સપ્ટેમ્બર 2016માં દર યુઝરે પ્રતિ મહિને 366 મીનિટનું કોલિંગ થતું જે સપ્ટેમ્બર 2018માં 627 મીટીસ સુધી પહોંચ્યું હતુ. આ દરમિયાન કંપનીઓને દર મીનિટનાં કોલિંગ ઉપર મળતો ચાર્જિસ પણ ઓછો થવા લાગ્યો. વર્ષ 2016માં ટેલિફોન કંપનીઓ દર મીનિટનો વોઈસ કોલિંગનો ચાર્જ લગાવતી હતી. તે સમયે દરેક યુઝર પાસેથી 48 પૈસાની રેવન્યુ મળતી હતી. જે રેવન્યુ 2018 સુધીમાં 12 પૈસા થઈ ગઈ હતી.

દેશમાં ડેટા 90 ટકા સુધી સસ્તા થયા

1.ટેલિકોમ વિભાગના મંત્રી મનોજ સિંહાએ એપ્રિલ 2018માં જણાવ્યું હતુ કે, ઈન્ટરનેટ ડેટાની કિંમત અને વોઈસ કોલિંગ ખૂબ સસ્તુ થઈ ગયું છે. જૂન 2016થી લઈે 2017 સુધીમાં ડેટાની કિંમત 90 ટકા સુધી સસ્તી થઈ છે. જૂન 2016માં એક જીબી ડેટાની કિંમત 205 રૂપિયા હતી જે ડિસેમ્બર 2017 સુધીમાં 19 રૂપિયા ઉપર આવી ગઈ. તો 2016માં એક મીનિટનું કોલિંગ 49 પૈસાનું હતુ જે ડિસેમ્બર 2017 સુધીમાં સસ્તુ થઈને 19 પૈસા થયુ હતુ. 
2.ભારતે આમ તો સ્માર્ટ ફોનના વેચાણ બાબતમાં એમેરિકાને પણ પાછળ છોડી દીધુ છે. રિસર્ચ ફર્મ કૈનલિસે તાજેતરમાં જ જાહેર કરેલા એખ રિપોર્ટમાં આ બાબતનો ખુલાશો થયો હતો. જેમાં જુલાઈ થી સપ્ટેમ્બર 2018માં ભારતમાં 4.04 કરોડ જેટલા સ્માર્ટફોન વેચાયા હતા. જેની સામે અમેરિકામાં 4 કરોડ સ્માર્ટ ફોન વેચાયા હતા. જ્યારે આ સમયગાળામાં વિશ્વભરમાં 34.89 કરોડ સ્માર્ટ ફોન વેચાયા હતા. 
3.ટેક્નોલોજી રિસર્ચ ફર્મ ટેક આર્કના અહેવાલ મુજબ 2019માં ભારતમાં 30.20 કરોડ મોબાઈલ ફોન વેચાવાનો અંદાજ લગાવ્યો છે. તેમના કહેવા મુજબ 2019માં સૌથી વધુ 14.9 કરોડ સ્માર્ટફોન, 9.8 કરોડ ફીચર ફોન અને 5.5 કરોડ સ્માર્ટ ફીચર ફોન વેચાય તેવો અંદાજ છે.
વોઈસ કોલિંગનો સમય વધવાના 5 કારણ
4.ટેલિકોમ એક્ષપર્ટનું માનીએ તો આજે દેશમાં જેટલા પણ પ્રિપેડ પ્લાન છે તે બધા જ પ્લાનમાં અનલિમનિટેડની સુવિધા ઉપલબ્ધ છે. જે એક-બે વર્ષ પહેલાં આઉટ ગોઈંગ સુવિધા લિમિડેટ મળતી હતી.
5.4જી VoLTE ટેક્નોલોજી આવતા વાઈસ કોલિંગનો સમય વધ્યો છે. 4જી VoLTE ની મદદથી એકસાથે ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગનો ઉપયોગ કરી શકાય છે. જેથી લોકો હવે ફોન ઉપર કામ કરતા કરતા પણ વાતો કરતા હોય છે.
6.એક્સપર્ટનું માનવું છે કે, હાલના તબક્કે સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ મોબાઈલ નેટવર્ક પણ વધાર્યું છે. જેથી નેટવર્કની ક્વોલિટી પહેલા કરતા વધુ સારી મળે છે. અત્યારસુધી જ્યાં નેટવર્ક નહોતુ મળતુ ત્યાં પણ નેટવર્ક વધાર્યુ છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે વોઈસ કોલિંગની સુવિધા વધી છે.
7.આજકાલ મોટાભાગના પ્લાન હવે રોમિંગ ફ્રી થઈ ગયા છે. પહેલા લોકો રોમિંગમાં જતાં જ વોઈસ કોલિંગનો ઉપયોગ બંધ કરી દેતા હતા. હવે લોકો દેશમાં ગમે ત્યાં જાય વોઈશ કોલિંગ ફ્રી હોવાથી કોલિંગમાં વધારો થયો છે. 
8.મોબાઈલ યુઝર્સની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. તેથી એવી પણ શક્યતાઓ છે કે હવો મોબાઈલ ઉપર વાત કરનારા લોકો માટે સામે બીજા લોકો પણ ઉપલબ્ધ થઈ ગયા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App