ન્યૂ સ્માર્ટફોન / ઓપ્પોએ ભારતમાં લોન્ચ કર્યો કે-1 ફોન, પાવરફુલ સેલ્ફી કેમેરા મળશે

smartphone oppo k1 launch in india
X
smartphone oppo k1 launch in india

  • 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજના વેરિઅન્ટની કિંમત 16990 રૂપિયા
  • આટલી કિંમતના ફોનમાં પ્રથમ વખત ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ફીચર આપ્યું

Divyabhaskar.com

Feb 06, 2019, 04:14 PM IST
ગેજેટ ડેસ્ક.ચાઇનીઝ સ્માર્ટફોન કંપની ઓપ્પોએ આજે (6 ફેબ્રુઆરી) એ ઓપ્પો કે-1 સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને સારા ગેમિંગ પરફોર્મન્સ માટે હાઇપર બૂસ્ટ ટેક સાથે આવે છે. સામાન્ય રીતે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ફીચર પ્રીમિયમ સ્માર્ટફોનમાં મળતું હોય છે. પરંતુ ઓપ્પોએ મિડરેન્જ કેટેગરીમાં આ ફીચર આપ્યું છે. આ સ્માર્ટફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન ધરાવે છે. તે સિવાય આ સ્માર્ટફોન અત્યંત એટ્રેક્ટિવ ગ્રેડિઅન્ટ ગ્લાસ બેક ધરાવે છે.

ઓપ્પો કે-1ની કિંમત અને ફીચર્સ

1. કિંમત
4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16990 રૂપિયા છે. આ ફોન એસ્ટ્રેલ બ્લૂ અને પિયાનો બ્લેક રંગમાં ઉપલબ્ધ હશે. ચીનમાં ગત વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયેલા આ ફોનનો 6 જીબી રેમ વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનને 12 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. સિટી બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી આ સ્માર્ટફોન ખરીદવા પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. 
2. ફીચર્સ
ભારતમાં ફ્લિપકાર્ટ ઉપરથી મળનારા ઓપ્પો કે-1માં 6.4 ઇંચની વોટરડ્રોપ નૉચવાળી ફુલ HD+ ડિસ્પ્લે મળશે. જેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ) વેરિઅન્ટમાં મળશે. ફોનમાં 16+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા આપ્યા છે. જેમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે. તો ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર સાથે સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. અને 3600 mAhની બેટરી સાથે એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઉપલબ્ધ હશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી