• Home
  • Gadgets
  • Reviews
  • સ્માર્ટફોનની બેટરી ઝડપથી કેમ ઉતરે છે | American Scientist research about smart phone batteries

જેટલી વધુ ચાર્જ કરશો તેટલી વખત ફોનની બેટરી બગડતી હોય છે: અમેરિકન પ્રોફેસરનું રિસર્ચ, 5 ભૂલોને કારણે બેટરી ઝડપથી થાય છે ખરાબ

સ્માર્ટફોનની બેટરી ઝડપથી કેમ ઉતરે છે | American Scientist research about smart phone batteries

divyabhaskar.com

Jul 30, 2018, 07:41 PM IST

ગેજેટ ડેસ્કઃ અમેરિકાની આયોવા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ માર્ટિન સ્માર્ટફોનની બેટરી લાઇફ પર કર્યું છે. પ્રોફેસરના રિસર્ચ અનુસાર, સ્માર્ટફોનની બેટરીને તમે જેટલી વાર ચાર્જ કરો તેટલી વાર અમુક ટકામાં ઊર્જા વેડફાતી હોય છે. તથા ઊર્જા વેડફાવવાની ટકાવારી આપણે જેમ જેમ ફોન ચાર્જ કરતાં જઇએ તેમ તેમ વધતી જાય છે. પરિણામે ફોન જ્યારે જૂનો થાય તેમ તેની બેટરી ઝડપથી ઉતરવા લાગે છે. પરિણામે, લોકો એવું વિચારવા લાગે છે કે તેમના ફોનની બેટરી બહુ જ ખરાબ છે.

છેલ્લા 30 વર્ષોથી થર્મોડાયનેમિક્સ ભણાવતાં પ્રોફેસર સ્ટીવ માર્ટિને ઊર્જાના વેડફાવવા અંગે 'ધ કન્વર્ઝેશન' વેબસાઇટ સાથેની વાતચીતમાં નાનું ઉદાહરણ આપ્યું હતું કે, તમે બે ગ્લાસ લો. એકમાં પાણી ભરો એક ખાલી રાખો. હવે ભરેલા ગ્લાસમાંથી પાણી ખાલી ગ્લાસમાં નાંખો. આવું 3થી 4વાર કરો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પાણીનું એક પણ ટીપું નીચે નહીં પડ્યું હોય તેમ છતાં પહેલીવાર તમે જેટલું પાણી ગ્લાસમાં ભર્યું હશે તેમાં ચોક્કસથી ઘટાડો જણાશે. થોડું પાણી તો ખાલી ગ્લાસમાં રહી જ ગયું હશે. ચાર્જિંગ વખતે આવું જ બને છે. દરેક વખતે ફોનની બેટરી ચાર્જ કરવામાં આવે ત્યારે તેનો અત્યંત નાનો ભાગ બગડવાની શરૂઆત થઇ જાય છે. જેમાં બેટરી ચાર્જિંગ વધતાં વધારો થાય છે અને બેટરી લાઇફ ટૂંકી થવા લાગે છે.

સ્માર્ટફોનની બેટરી ખરાબ થવાની 5 ભૂલો

અપડેટ ન કરવું - જો તમે ફોનની એપ્સ અને સોફ્ટવેર અપડેટ નહીં કરો ફોન પર વાઇરસ એટેક થવાની શક્યતા વધી જાય છે. અપડેટ ન કરવાથી વાઇરસ આવવાની શક્યતા રહે છે, જેને કારણે ફોનની બેટરી ગરમ થવા લાગે છે અને પરફોર્મન્સ ખરાબ થાય છે. ફોનની એપ્સ અને સોફ્ટવેર અપડેટ રાખવા જોઇએ.

ફોન ફુલ ડિસ્ચાર્જ થવો - ફોનની બેટરી લાઇફ સારી રહે તે માટે ફોનને ફુલ ડિસ્ચાર્જ ન થવા દેવી જોઇએ. બેટરી ફુલ ડિસ્ચાર્જ થવાથી બેટરી નબળી પડવા લાગે છે. આથી ફોનની બેટરી 15 ટકા થાય ત્યારે ફરીથી ફોનને ચાર્જ કરી લેવો જોઇએ.

ખરાબ ક્વોલિટી - ફોનમાં ક્યારેય લોકલ બેટરીનો ઉપયોગ ન કરવો. તે સિવાય ફોનને ડુપ્લિકેટ ચાર્જરથી પણ ચાર્જ કરવાથી ફોનના ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ બગડી શકે છે.

ઓવર હીટિંગથી બચો - ફોન ગરમ થવાથી તેની બેટરી પર નેગેટિવ અસર પહોંચે છે. તેવામાં ફોનને ગરમ ન થવા દેવો જોઇએ. જો ફોન પર ગેમ રમતી વખતે અથવા વાત કરતી વખતે તમારો ફોન ગરમ થાય તો થોડીવાર માટે તમામ ફંક્શન બંધ કરી દેવા જોઇએ.

ચાર્જિંગ સમયે ન કરવી ભૂલો - જો તમે સ્માર્ટફોન ચાર્જ કરી રહ્યા છો તો તેના પર ગેમ ક્યારેય ન રમો. તે સિવાય જો તમે ચાર્જિંગ દરમિયાન ફોન પર વાત કરી રહ્યા છો તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આથી સારું રહેશે કે ફોનને ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ ન કરવો.

આ પણ વાંચોઃ શટડાઉન થયેલા લેપટોપથી પણ થશે સ્માર્ટફોન ચાર્જ, જાણો ટ્રિક

X
સ્માર્ટફોનની બેટરી ઝડપથી કેમ ઉતરે છે | American Scientist research about smart phone batteries

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી