• Home
  • Gadgets
  • Latest
  • સેનહાઇસર બ્લૂટૂથ હેડફોન ભારતમાં લોન્ચ | Sennheiser CX 6.00 BT Bluetooth Headphone India Price

Sennheiser એ ભારતમાં લોન્ચ કર્યા માત્ર 14 ગ્રામના બ્લૂટૂથ હેડફોન

પ્રીમિયમ બ્લૂટૂથ હેડફોનથી સતત 6 કલાક મ્યુઝિક માણી શકાશે

divyabhaskar.com | Updated - Aug 30, 2018, 03:23 PM
લાઇટવેઇટ અને નોઇસ કેન્સેલેશન
લાઇટવેઇટ અને નોઇસ કેન્સેલેશન

ગેજેટ ડેસ્કઃ જર્મન ઓડિયો બ્રાન્ડ Sennheiser (સેનહાઇસર) એ ભારતમાં પોતાના નવા બ્લૂટૂથ ઇન-ઇઅર હેડફોન CX 6.00BT લોન્ચ કર્યા છે. કંપનીએ આ હેડફોનની કિંમત 7490 રૂપિયા રાખી છે. આ હેડફોન કંપનીના ઓનલાઇન સ્ટોરમાંથી ખરીદી શકાશે.

લાઇટવેઇટ

કંપનીએ એક સ્ટેટમેન્ટમાં માહિતી આપી છે કે, નવા હેડફોનમાં કંપનીની ખાસ સ્પીકર સિસ્ટમ આપવામાં આવી છે. કંપનીના દાવા અનુસાર, Sennheiser CX 6.00BT ક્લિયર, ડિટેલ્ડ અને પાવરફુલ બેસ આઉટપુટ ડિલીવર કરે છે. આ હેડફોન વજનમાં ખૂબ જ હલકા છે. તેનું વજન માત્ર 14 ગ્રામ છે.

લાંબી બેટરી લાઇફ

CX 6.00BT હેડફોનને મલ્ટી કનેક્શન કેપેબિલિટી પણ ધરાવે છે. તેના દ્વારા બે ડિવાઇસને એક સાથે કનેક્ટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે ફોન અને કમ્પ્યૂટર વચ્ચે સ્વિચ કરવાની જરૂર પડે. આ હેડફોન ફુલ ચાર્જ કર્યા પછી 6 કલાકની બેટરી લાઇફ ધરાવે છે. આ હેડફોનને ફુલ ચાર્જ થવામાં 1.5 કલાકનો સમય લાગે છે.

નોઇસ કેન્સેલેશન

કંપનીની માહિતી અનુસાર, તેમાં cVc નોઇસ કેન્સેલેશન ટેક્નોલોજીની સાથે ઇન્ટીગ્રેટેડ માઇક્રોફોન આપવામાં આવ્યું છે. તેનાથી ટ્રાવેલિંગ વખતે પણ ક્લિયર કોલ્સ કરી શકાય છે. આ હેડફોન થ્રી-વે કોલિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચોઃ WhatsApp ઓડિયો મેસેજને હેડફોન વગર સાંભળવાની ટ્રિક

X
લાઇટવેઇટ અને નોઇસ કેન્સેલેશન લાઇટવેઇટ અને નોઇસ કેન્સેલેશન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App