• Home
  • Gadgets
  • Latest
  • સારેગામા કારવાન ગો ભારતમાં લોન્ચ | Saregama Carvaan Go India launch

Launch / સારેગામા કારવાન ગો થયું લોન્ચ, સદાબહાર રેટ્રો હિન્દી સોંગ્સનો જલ્સો 3990 રૂપિયામાં

હવે 3000 સોંગ્સ રહેશે તમારા પોકેટમાં, રેડિયો પણ સંભળાશે

divyabhaskar.com | Updated - Apr 17, 2019, 07:40 PM
સારેગામા કારવાન ગો ભારતમાં લોન્ચ | Saregama Carvaan Go India launch

ઓટો ડેસ્કઃ સારેગામ કારવાનને મળેલી સફળતા પછી કંપનીએ નવું પોર્ટેબલ ઓડિયો પ્લેયર 'Carvaan Go' લોન્ચ કર્યું છે. કંપનીએ કારવાન ગોની કિંમત 3990 રૂપિયા રાખી છે. ગ્રાહકો તેને સારેગામા સ્ટોર્સ પરથી ખરીદી શકશે. આ પ્લેયર પોર્ટેબલ અને વજનમાં હલકું છે. તે મેટલ બોડી ધરાવે છે અને તેની ડિઝાઇન આકર્ષક છે.

પ્રી-લોડેડ 3000 સદાબહાર સોંગ્સનું કલેક્શન
Carvaan Go ઓડિયો પ્લેયરમાં ઓરિજિનલ પ્રી-લોડેડ 3000 સદાબહાર સોંગ્સનું કલેક્શન છે. સોંગ્સને આર્ટિસ્ટ્સ, સ્પેશિયલ્સ અને પ્રી-ક્યૂરેટેડ પ્લેલિસ્ટમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં મૂડ પ્રમાણે સોંગ્સને સેટ કરી શકાય છે, જેમ કે રોમાન્સ, હેપ્પી, સેડ વગેરે. તેમાં મોહમ્મદ રફી, લતા મંગેશકર, કિશોર કુમાર સહિતના અન્ય કલાકારને સાંભળી શકાય છે.

7 કલાક સુધી નોન-સ્ટોપ મ્યુઝિક
Carvaan Go માં FM/AM સ્ટેશન પણ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં તમે પોતાના ગમતા સોંગ્સ માઇક્રો એસડી કાર્ડમાં ભરીને તેમાં લગાવી શકો છો. આ ડિવાઇસ 32 જીબી સુધી માઇક્રો એસડી કાર્ડને સપોર્ટ કરે છે. તમે તેને ક્યાંય પણ લઇ જઇ શકો છો. તેમાં એક નાનું સ્પીકર લાગેલું છે. કંપનીનો દાવો છે કે, આ પ્લેયર 7 કલાકનું મ્યુઝિક પ્લેબેક આપી શકે છે. તેમાં એક બેટરી લાગેલી છે. કંપની ડિવાઇસ પર 6 મહિનાની વોરંટી આપી રહી છે.



X
સારેગામા કારવાન ગો ભારતમાં લોન્ચ | Saregama Carvaan Go India launch
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App