સેમસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી S9+ થયા લોન્ચ, ખાસ ફીચર્સ જાણો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ સેમસંગે 'S' સીરિઝના નવા સ્માર્ટફોન્સ Samsung Galaxy S9 અને Galaxy S9+ ને સત્તાવાર રીતે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2018માં લોન્ચ કરી દીધા છે. અહેવાલો અનુસાર, સેમસંગે ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9 પ્લસને વધારે સારા કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગે એસ સીરિઝના ગેલેક્સી S9+ ને પહેલીવાર ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ સાથે લોન્ચ કર્યો છે. ફોન મિડનાઇટ બ્લેક, કોરલ બ્લૂ, પર્પલ અને ટાઇટેનિયમ ગ્રે વેરિઅન્ટ્સમાં અવેલેબલ થશે. ભારતમાં ફોનની કિંમત 26 ફેબ્રુઆરી રાત્રે 10.30 વાગે જાહેર થશે.

 

ગેલેક્સી S9 અને ગેલેક્સી S9 પ્લસના કેમેરાની ખાસિયતો


- સેમસંગ ગેલેક્સી એસ 9 અને ગેલેક્સી એસ 9 પ્લસના કેમેરાની ખાસિયત તેના સેન્સર છે. 
- આ સેન્સરને કારણે ફોન ઓછા પ્રકાશમાં પણ સારા ફોટો ક્લિક કરી શકે છે.
- સેમસંગનો દાવો છે કે, યોગ્ય પ્રકાશ હશે ત્યારે કેમેરો f/2.4 અપર્ચર અને ઓછો પ્રકાશ હશે ત્યારે કેમેરા f/1.5 અપર્ચર પર કામ કરવા લાગશે. 
- સેમસંગનો દાવો છે કે, બંને ફોનના સેન્સર 28 ટકા વધુ લાઇટ કેપ્ચર કરે છે. 
- નવા કેમેરામાં સુપર સ્લો મોશન મોડ છે. જે 960 ફ્રેમ પર સેકન્ડની સ્પીડે વીડિયો રેકોર્ડ કરે છે. 
- આ ફૂટેજને GIF તરીકે એક્સપોર્ટ કરી શકાય છે અને તેનો એનિમેટેડ વોલપેપર તરીકે પણ યૂઝ કરી શકાય છે.

 

આગળ જાણો એપલના એનિમોજી સામે સેમસંગ લાવ્યું AR ઇમોજી

અન્ય સમાચારો પણ છે...