Home » Gadgets » Latest » સેમસંગ ગેલેક્સી J6+ અને J8ની કિંમતમાં ઘટાડો | Samsung Galaxy J6 Plus and Galaxy J8 price drop

Samsung Galaxy J6+ અને Samsung Galaxy J8ની કિંમતમાં ઘટાડો, જાણો નવો ભાવ

Divyabhaskar.com | Updated - Dec 04, 2018, 07:12 PM

સેમસંગે ઘટાડ્યા ઇન્ફિનિટી ડિસ્પ્લેવાળા પોતાના મિડબજેટ સ્માર્ટફોનના ભાવ

  • સેમસંગ ગેલેક્સી J6+ અને J8ની કિંમતમાં ઘટાડો | Samsung Galaxy J6 Plus and Galaxy J8 price drop

    ગેજેટ ડેસ્કઃ Samsung Galaxy J6+ અને Samsung Galaxy J8ની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા પછી Samsung Galaxy J6+ ને 14,490 રૂપિયામાં અને Samsung Galaxy J8 ને 15,990 રૂપિયામાં ખરીદી શકાશે. બંને સેમસંગ સ્માર્ટફોન ઇન્ફિનિટી ડિસ્પ્લે અને ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ સાથે આવે છે.

    Samsung Galaxy J6+ ને હાલમાં જ સપ્ટેમ્બર 2018માં 15990 રૂપિયાની કિંમતે લોન્ચ કરાવમાં આવ્યો હતો. જ્યારે સેમસંગ ગેલેક્સી J8ને જૂનમાં 18990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બંને સ્માર્ટફોન નવી કિંમતો સાથે એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે. હાલમાં જ સેમસંગે ગેલેક્સી A6+ અને ગેલેક્સી A8 સ્ટારની કિંમતો ઘટાડી હતી. Samsung Galaxy A6+ ની કિંમત 18,990 રૂપિયા છે જ્યારે સેમસંગે ગેલેક્સી A8 Starને હવે 29990 રૂપિયામાં ખરીદી શકાશે.

    Samsung Galaxy J6+ ના ફીચર્સ
    - 6 ઇંચની HD+ ઇન્ફિનિટી પ્લસ ડિસ્પ્લે
    - 4 જીબી રેમ
    - 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    - 13+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
    - 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - સ્નેપડ્રેગન 425 પ્રોસેસર
    - 3300 mAhની બેટરી

    Samsung Galaxy J8ના ફીચર્સ
    - 6 ઇંચની સુપર એમોલેડ ઇન્ફિનિટી ડિસ્પ્લે
    - 4 જીબી રેમ
    - 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    - 16 + 5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
    - 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - ક્વૉલકોમ સ્નેપડ્રેગન 450 SoC પ્રોસેસર
    - 3500 mAhની બેટરી
    - એન્ડ્રોઇડ 8.0 ઓરિયો
    - હેન્ડસેટમાં Dolby Atmos ઓડિયો એન્હેન્સમેન્ટ

    ફ્લિપકાર્ટ પર બિગ શોપિંગ ડે સેલ દરમિયાન બંને સ્માર્ટફોન પર 1500 રૂપિયા સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ