Home » Gadgets » Latest » Android Go Smartphone Samsung Galaxy J2 Core launch | સેમસંગ ગેલેક્સી જે2 કોર ભારતમાં કિંમત

6000 રૂપિયાના બજેટમાં ભારતમાં લોન્ચ થયો Samsung Galaxy J2 Core

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 07:16 PM

લૉ બજેટમાં સેમસંગ લાવ્યું નવો સ્માર્ટફોન

  • Android Go Smartphone Samsung Galaxy J2 Core launch | સેમસંગ ગેલેક્સી જે2 કોર ભારતમાં કિંમત
    સેમસંગ ગેલેક્સી J2 કોર

    ગેજેટ ડેસ્કઃ સેમસંગે પોતાનો પહેલો એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન Samsung Galaxy J2 Core લોન્ચ કર્યો. સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ ભારત અને મલેશિયામાં સેમસંગ ગેલેક્સી J2 કોર લોન્ચ કર્યો છે. એન્ડ્રોઇડ ગો એટલે સ્ટોક એન્ડ્રોઇડ એક્સ્પીરિયન્સ નહીં. એન્ડ્રોઇડ ગોને સસ્તા સ્માર્ટફોન્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ ગો ગૂગલ એપ્સના લાઇટર વર્ઝન્સ સાથે આવે છે. જો કે, એન્ડ્રોઇડ ગોમાં યૂઝર ઇન્ટરફેસ તો સેમસંગનો જ મળશે.

    સેમસંગ ગેલેક્સી જે2 કોર સ્માર્ટફોનની કિંમત ભારતમાં 6190 રૂપિયા રાખવામાં આવી છે. તેની સીધી ટક્કર માઇક્રોમેક્સ ભારત ગો અને લાવા Z61 જેવા હેન્ડસેટ સાથે થશે. Samsung Galaxy J2 Core ને ગોલ્ડ, બ્લૂ અને બ્લેક વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફોનને ભારતમાં સેમસંગ ઇ-શોપ (ઓનલાઇન) અને ટોચના રિટેલ સ્ટોર્સમાંથી ખરીદી શકાશે.

    Samsung Galaxy J2 Coreના ફીચર્સ
    - 5 ઇંચની QHD ટીએફટી ડિસ્પ્લે
    - 1 જીબી રેમ
    - 8 જીબી સ્ટોરેજ (મેમરી એક્સપાન્ડેબલ છે)
    - 8 મેગાપિક્સલનો રિઅર કેમેરા
    - 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - ક્વૉડ-કોર એક્સિનોસ 7570 પ્રોસેસર
    - 2600 mAhની બેટરી
    - એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ
    - 4G VoLTE સપોર્ટ (જિયો સિમ યૂઝ કરી શકાશે)

    આ પણ વાંચોઃ JioPhone એક્સચેન્જ ઓફરઃ જૂના ફીચર ફોનની સાથે 501 નહીં 1095 રૂપિયા તમારે ચૂકવવા પડશે, સ્કીમની તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ