• Home
  • Gadgets
  • Latest
  • સેમસંગનું પહેલું 8K ટીવી | Samsung first QLED 8K TV launch

પ્રીમિયમ સેગમેન્ટમાં સેમસંગ લાવી રહ્યું છે પહેલું QLED 8K ટીવી

સેમસંગનું પહેલું 8K ટીવી | Samsung first QLED 8K TV launch

divyabhaskar.com

Aug 30, 2018, 06:07 PM IST

ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક જાયન્ટ સેમસંગે જર્મનીના બર્લિન શહેરમાં આયોજિત IFA ઇવેન્ટમાં પોતાના પહેલા 8K રિઝોલ્યુશનવાળા ટીવી Q900Rનું વેચાણ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. સેમસંગનું આ ટીવી 4K કરતાં પણ વધુ રિઝોલ્યુશન ધરાવે છે. સેમસંગનું આ ટીવી QLED પેનલ ધરાવે છે. આ ટીવી 65, 75, 82 અને 85 ઇંચની સાઇઝમાં આવશે. સેમસંગનું 8K QLED ટીવી 4000 નીટ્સની સુપર બ્રાઇટનેસ ધરાવે છે. આ ટીવી સેમસંગ અને એમેઝોનના નવા HDR10+ ફોરમેટને સપોર્ટ કરે છે.

- જો કે, હાલમાં ઇન્ટરનેટ કે કોઇ ચેનલ પર 8K ક્વોલિટીનું કન્ટેન્ટ (વીડિયો) અવેલેબલ નથી.
- આ અંગે સેમસંગે દાવો કર્યો છે કે, 8K રિઝોલ્યૂશનવાળું Q900R QLED ટીવી સ્ક્રીન પર આવતી ઇમેજને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પ્રોસેસ કરીને 8K અથવા તેને સમકક્ષ લઇ જશે.
- સેમસંગે ટીવી અંગે જે દાવો કર્યો છે તે કેટલો સાચો છે તે ટીવી લોન્ચ થશે પછી જ ખબર પડશે.
- સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં સેમસંગ પોતાના પહેલા 8K ટીવીનું વેચાણ શરૂ કરશે. જો કે, કંપનીએ હાલમાં કિંમત અંગે કોઇ જ ખુલાસો કર્યો નથી, પરંતુ આ ટીવી ચોક્કસથી ખૂબ જ મોંઘું હશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ દેશનું પહેલું સેમસંગ LED થિયેટર, પ્રોજેક્ટર કરતાં 10 ગણી બ્રાઇટનેસ અને ક્લેરિટી મળશે

X
સેમસંગનું પહેલું 8K ટીવી | Samsung first QLED 8K TV launch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી