Home » Gadgets » Latest » જીયોફાઇ આપશે ફ્રી, સાથે વાપરવા મળશે 100GB ડેટા । Reliance Jio new offer give JioFi free with 100GB data

અંબાણીની ભેટઃ JioFi આપશે ફ્રી, વાપરવા મળશે 100GB ડેટા, આવી છે ઓફર

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 01:17 PM

જીયો ફરી એકવાર કસ્ટમર્સ માટે ઓફર લાવ્યું છે....

  • જીયોફાઇ આપશે ફ્રી, સાથે વાપરવા મળશે 100GB ડેટા । Reliance Jio new offer give JioFi free with 100GB data
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ગુગલે ભારતમાં પોતાના હોમ એક્ટિવેટેડ સ્પીકર્સ ‘હોમ’ અને ‘હોમ મિની’નું વેચાણ શરૂ કરી દીધું છે. જેમાં યૂઝર્સ ગીતો, વીડિયો પ્લે કરવાની સાથે પોતાના ડેઇલી શિડ્યૂલને પણ પ્લાન કરી શકે છે. આ ઉપરાંત પણ અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. રિલાયન્સ જીયો આ સાથે એક ઓફર લઇને આવ્યું છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ગુગલ હોમની કિંમત 9999 રૂપિયા અને હોમ મિનીની કિંમત 4499 રૂપિયા છે. તેને ફ્લિપકારટ પર ખરીદી શકાય છે, સાથે જ 750થી વધારે રિટેઇલ સ્ટોર્સથી પણ ખરીદી શકો છો.

    શું છે જીયોની ઓફર


    જીયો યૂઝર્સ જો ગુગલ હોમ ખરીદે છે તો તેમને જીયો સ્પેસિયલ ઓફર આપી રહ્યું છે. જીયો કસ્ટમર્સને 100 જીબી વધુ ડેટા વાપરવા મળશે. આ 10 વાઉચર્સમાં 10-10 જીબી તરીકે મળશે. આ વાઉચર્સની વેલેડિટી એક વર્ષની હશે. આ સાથે જ જીયો યૂઝર્સને જીયોફાઇ ડિવાઇસ ફ્રીમાં આપવામાં આવશે. જીયો પ્રીપેડ ગ્રાહક જ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઓફર ગુગલ હોમ અથવા ક્રોમકાસ્ટ ડિવાઇસની ખરીદી પર મળી રહી છે. ઓફરનો લાભ ઉઠાવવા માટે ગ્રાહક, રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ડીએક્સ મિની, જીયો સ્ટોરથી ડિવાઇસ ખરીદી શકે છે.

    999 રૂપિયાવાળી જીયોફાઇ ફ્રીમાં, વાંચો આગળની સ્લાઇડ્સ પર

  • જીયોફાઇ આપશે ફ્રી, સાથે વાપરવા મળશે 100GB ડેટા । Reliance Jio new offer give JioFi free with 100GB data

    999 રૂપિયાવાળી જીયોફાઇ ફ્રીમાં
     

    ઓફર હેઠળ ગ્રાહકોને 999 રૂપિયાની એક ફ્રી JioFi ડિવાઇસ અને 1500 રૂ.નું 100 જીબી વધારાનું 4જી ડેટા મળશે. આ ઉપરાંત ગ્રાહકને ઓછામાં ઓછું 149 રૂપિયાનું પ્રથમ રિચાર્જ કરાવવું પડશે સાથે જ 99 રૂપિયાની જીયોની પ્રાઇમ મેંબરશિપ લેવી પડશે.
     

    MyJio એપમાં 10 જીબીના 10 વાઉચર એટલે કે 100 જીબી ગ્રાહકને મળશે. જેને MyJio એપના માધ્યમથી 1 વર્ષની અંદર રિડિમ કરી શકાશે. સાથે જ જીયો સિમ એક્ટિવેશનની તારીખ 1 એપ્રિલ 2018 પહેલાંની ન હોવી જોઇએ. ઓફર 10 એપ્રિલ 2018થી શરૂ થઇ રહી છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending

વીડિયો વધુ જુઓ