- જિયો ફોન અને જિયોફોન-2નાં ગ્રાહકો સરળતાથી તેનો ઉપયોગ કરી શકે
- 1 જાન્યુઆરી, 2019થી જિયો હવે રેલવેનું ઓફિસિયલ સર્વિસ પ્રોવાઈડર છે
- જિયોરેલ એપ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દેશે
Divyabhaskar.com
Jan 28, 2019, 05:18 PM ISTજિયોરેલ એપથી ગ્રાહકોને આવા ફાયદા થશે
સ્માર્ટફોન માટે જ બનેલી આઈઆરસીટીસીની એપની માફક જિયોરેલ એપ દ્વારા પણ ગ્રાહકો તત્કાલ બુકિંગ કરાવી શકશે. જિયો ફોનનાં વપરાશકર્તાઓ પાસે જેમનું આઈઆરસીટીસીનું એકાઉન્ટ નથી તેઓ આ એપ થકી પોતાનું નવું એકાઉન્ટ ક્રિએટ કરી શકશે. પીએઆર સ્ટેટસ, ચેન્જ એલર્ટ, ટ્રેન લોકેટર અને ફૂડ ઓર્ડર જેવી સુવિધાઓ પણ આ એપમાં ઝડપથી ઉમેરવાનો જિયોએ પ્લાન કર્યો છે. જિયોરેલ એપ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દેશે. બીજી તરફ લોકોને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી પણ મુક્તિ મળશે.
જિયોરેલ એપનાં માધ્યમથી લોકો ટિકિટ બુક કરવાની સાથે કેન્સલ પણ સરળતાથી કરી શકશે. ટિકિટ બુકિંગ માટે ગ્રાહકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈ-વોલેટ વગેરેનો ઉપયોગ કરી શકશે. આ સુવિધાની સાથે પીએનઆર સ્ટેટસ, ટ્રેન ટાઈમિંગ, ટ્રેનનાં રૂટ, ઉપલબ્ધ સીટ વગેરેની માહિતી સરળતાથી મેળવી શકશે.
3. રેલવેનું ઓફિસિઅલ સર્વિસ પ્રોવાઈડર છે જિયો
રિલાયન્સ જિયો રેલવેનું ઓફિસિયલ સર્વિસ પ્રોવાઈડર છે. રેલવેનાં 3.78 લાખ અધિકારી-કર્મચારીઓને તે સેવા પુરી પાડે છે. આ પહેલાં ભારતી એરટેલ રેલવેને સુવિધા પુરી પાડતું હતું. પરંતુ હવે 1 જાન્યુઆરી, 2019થી જિયો સુવિધા પુરી પાડી રહ્યું છે. રિલાયન્સ જિયો રેલવેનાં અધિકારીઓ-કર્મચારીઓને 4 પ્રકારનાં પ્લાન આપી રહ્યું છે. જેમાં સૌથી સસ્તો પ્લાન 49 રૂપિયાનો છે જ્યારે સૌથી મોંઘો પ્લાન 125 રૂપિયાનો છે. આ પ્લાનમાં રેલવે કર્મીઓને અનલિમિટેડ કોલિંગ અને 4GB ડેટા તથા SMSની સુવિધા મળી રહે છે.