• Home
  • Gadgets
  • Latest
  • રિલાયન્સ જિયો હોલિડે હંગામા ઓફર | Jio Holiday Hungama Plan

જિયોની હોલિડે હંગામા ઓફર, આવી રીતે મેળવો 100 રૂપિયાનો ફાયદો

રિલાયન્સ જિયો હોલિડે હંગામા ઓફર | Jio Holiday Hungama Plan

divyabhaskar.com

Jun 01, 2018, 08:33 PM IST

ગેજેટ ડેસ્કઃ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવ્યા પછી રિલાયન્સ જિયો સતત ધમાકેદાર પ્લાન્સ લોન્ચ કરી રહ્યું છે. હવે જિયોએ પોતાના પ્રીપેઇડ યૂઝર્સ માટે હોલિડે હંગામા પ્લાન લોન્ચ કર્યો છે.

જિયોનો હોલિડે હંગામા પ્લાનઃ જિયોએ પોતાના સૌથી વધુ વેચાતા 399 રૂપિયાવાળા પ્લાન પર ભારે ડિસ્કાઉન્ટ આપ્યું છે. Jio 399 Plan પર યૂઝર્સને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આવી રીતે આ પ્લાન 399 રૂપિયાની જગ્યાએ 299 રૂપિયામાં મળશે.


આવી રીતે મળશે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટઃ Jio પોતાના પ્લાનમાં બે રીતે કેશબેક આપી રહ્યું છે. પહેલું કેશબેક 50 રૂપિયાનું હશે. તેનો લાભ જિયો એપ દ્વારા મળશે. MyJio Appથી યૂઝર્સે રિચાર્જ કરવાનું રહેશે. તે સિવાય 50 રૂપિયાનું કેશબેક ત્યારે મળશે, જો યૂઝર My Jio એપમાં જઇને PhonePe મોબાઇલ એપથી રિચાર્જ કરાવશે.

ક્યાં સુધી મળશે Jio Holiday Hungama ઓફરઃ જિયોની આ ઓફરનો લાભ 15 જૂન સુધી મળશે. જે જિયો યૂઝરે આ પ્લાનનું 1 જૂનથી 15 જૂન દરમિયાન રિચાર્જ કરાવશે તેને 399 રૂપિયાનું પેક 299 રૂપિયામાં મળશે.

X
રિલાયન્સ જિયો હોલિડે હંગામા ઓફર | Jio Holiday Hungama Plan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી