લોન્ચિંગ / Redmi note 7ની માર્કેટમાં એન્ટ્રી, 48 MP કેમેરા; 10 દિવસ ચાલશે બેટરી

Redmi launch new phone redmi note 7,4000mAh battery with 48 MP camera
X
Redmi launch new phone redmi note 7,4000mAh battery with 48 MP camera

  • આ ફોન ત્રણ વેરિઅન્ટમાં જોવા મળશે, કિંમત રૂપિયા 10,300થી શરૂ થશે
  • Xiaomi અને Redmi હવે અલગ-અલગ બ્રાન્ડ, નવો ફોન Redmiની બ્રાન્ડ તરીકે લોન્ચ થયો
  • Redmi note 7માં 13MPનો ફ્રન્ટ કેમેરો, જે ફેસ અનલોક ફિચરને પણ સપોર્ટ કરશે  

divyabhaskar.com

Jan 11, 2019, 10:47 AM IST
ગેજેટ ડેસ્ક. ચીનની મોબાઈલ કંપની શ્યાઓમીએ હવે રેડમીને સબ બ્રાન્ડ તરીકે માર્કેટમાં ઉતારી છે. નવો ફોન Redmi note 7 ચીનમાં ગુરૂવારે જ લોન્ચ થઈ ચૂક્યો છે. શ્યાઓમી અને રેડમી હવે અલગ-અલગ બ્રાન્ડ તરીકે ઓળખાશે. નવા લોન્ચ થયેલા ફોનની સૌથી મોટી ખાસિયત તેનો રિયર કેમેરા છે. રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનું પ્રાયમરી સેન્સર 48 મેગાપિક્સેલ અને સેકન્ડરી સેન્સર 5 મેગાપિક્સેલનું છે. જ્યારે ફ્રન્ટમાં 13 મેગા પિક્સેલનો કેમેરા છે જે ફેસ અનલોક ફીચરને પણ સપોર્ટ કરે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી