ગેજેટ ડેસ્કઃ શાઓમીએ ચીનમાં આજે (25 જૂન) રેડમી 6 પ્રો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રેડમી 6 પ્રો શાઓમીનો રેડમી સીરિઝનો પહેલો સ્માર્ટફોન છે જે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીન ધરાવે છે. આ ફોનને રેડમી નોટ 5 પ્રોનું અપગ્રેડેડ વર્ઝન ગણવામાં આવે છે.
રેડમી 6 પ્રોના ફીચર્સ
- 5.84 ઇંચની 19:9 એસ્પેક્ટ રેશિયોવાળી નૉચ સ્ક્રીન
- 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ, 4 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ, 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ
- ઓક્ટા કોર સ્નેપડ્રેગન 625 SoC પ્રોસેસર
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 4000 mAhની બેટરી
- બ્લેક, બ્લૂ, ગોલ્ડ, પિંક અને રેડ કલર વેરિઅન્ટ
રેડમી 6 પ્રોની કિંમત
- 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજની કિંમત અંદાજે 10400 રૂપિયા રાખવામાં આવી છે
- 4 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજની કિંમત અંદાજે 12500 રૂપિયા રાખવામાં આવી છે
- 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજની કિંમત અંદાજે 13600 રૂપિયા રાખવામાં આવી છે
- ફોનનું વેચાણ ચીનમાં 26 જૂનથી શરૂ થશે.
આગળ જુઓ રેડમી પ્રો 6ના અન્ય ફોટોગ્રાફ્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.