• Home
  • Gadgets
  • Latest
  • Xiaomi Redmi 6 launch in India | રેડમી 6 ભારતમાં લોન્ચ

Redmi 6 ભારતમાં લોન્ચ, 10000થી ઓછા રૂપિયામાં બેસ્ટ ફોન

રેડમી 6 ઓછા બજેટમાં પાવરફુલ ડ્યુઅલ કેમેરા આપે છે
રેડમી 6 ઓછા બજેટમાં પાવરફુલ ડ્યુઅલ કેમેરા આપે છે

divyabhaskar.com

Sep 06, 2018, 10:21 AM IST

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ ભારતમાં Redmi સીરિઝના ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા. લોન્ચ થયેલા ત્રણ સ્માર્ટફોન પૈકી રેડમી 6A સસ્તો સ્માર્ટફોન છે અને રેડમી 6 પ્રો મિડરેન્જ કેટેગરીમાં પાવરફુલ સ્માર્ટફોન છે. જ્યારે Redmi 6 સીરિઝનો 10000 રૂપિયાના બજેટની અંદરનો સ્માર્ટફોન છે. Redmi 6ની ખાસિયત તેના ડ્યુઅલ કેમેરા અને ઓક્ટો-કોર સ્પીડ છે. આ સ્માર્ટફોનની સીધી ટક્કર મોટો જી6 પ્લે, સેમસંગ J4 અને ઓનર 7C સાથે થશે. કંપનીનો દાવો છે કે, નવા પ્રોસેસરને કારણે અગાઉ કરતાં બેટરી કન્ઝમ્પશનમાં 48 ટકા જેટલો ફરક પડશે. જેને કારણે રેડમી 6 પર સતત 12 કલાક વીડિયો જોઇ શકાશે.

Redmi 6ના ફીચર્સ
- 5.45 ઇંચની HD+ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે
- બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
- 3 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- ડેડિકેટેડ મેમરી સ્લોટ છે, જે 256 જીબી સુધીના માઇક્રોએસડી કાર્ડને સપોર્ટ કરશે
- 12+5 મેગાપિક્સલ ડ્યુઅલ રિઅર કેમેરા (પોટ્રેટ મોડ)
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચરથી સ્મૂધ વીડિયો શૂટ કરી શકશો
- હીલિયો P22 ઓક્ટા-કોર પ્રોસેસર
- 3000 mAh બેટરી
- ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ અનલોક
- ડ્યુઅલ VoLTE સપોર્ટ
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Redmi 6ની ભારતમાં કિંમત
3 જીબી+32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા
3 જીબી+64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 9499 રૂપિયા

રેડમી 6ને રોઝ ગોલ્ડ, બ્લૂ, બ્લેક અને ગોલ્ડ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. રેડમી 6નો પહેલો સેલ આગામી 10 સપ્ટેમ્બરે mi.com અને ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગે યોજાશે. રેડમી 6ના પહેલા સેલમાં HDFC કાર્ડથી ખરીદવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ કહ્યું હતું કે, ડોલર સામે રૂપિયાની કિંમત વધારે ઘટાડો થશે તો આવનારા મહિનાઓમાં ફોનની કિંમત વધી પણ શકે છે.

આ પણ વાંચોઃ Redmi 6 Pro ભારતમાં લોન્ચ, 10000 રૂપિયાના બજેટમાં ધમાકેદાર સ્માર્ટફોન

X
રેડમી 6 ઓછા બજેટમાં પાવરફુલ ડ્યુઅલ કેમેરા આપે છેરેડમી 6 ઓછા બજેટમાં પાવરફુલ ડ્યુઅલ કેમેરા આપે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી