Divya Bhaskar

Home » Gadgets » Apps » વોટ્સએપ ડિલીટ મેસેજ વાંચવાની ટ્રિક | how to read deleted whatsapp message

WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવાની પ્રોસેસ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:55 PM

વોટ્સએપમાં ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે યૂઝ કરો થર્ડ પાર્ટી એપ

  • વોટ્સએપ ડિલીટ મેસેજ વાંચવાની ટ્રિક | how to read deleted whatsapp message

    ગેજેટ ડેસ્કઃ સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ લગભગ દરેક સ્માર્ટફોન યૂઝર કરે છે. વોટ્સએપમાં ઘણી વખત આપણે વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજને પાછા મેળવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજ પાછા મેળવી નથી શકાતા. વોટ્સએપ પર મેસેજ ડિલીટ કરીએ ત્યારે બે ઓપ્શન મળે છે કે, ડિલીટ ફોર મી અને ડિલીટ ફોર એવરીવન, પરંતુ મેસેજ ડિલીટ કર્યા પછી મેસેજ પાછા નથી મેળવી શકાતા.


    અહીં અમે તમને ડિલીટ કરેલા મેસેજ વાંચવાની બે પ્રોસેસ જણાવી રહ્યા છીએ પરંતુ તેમાં કોઇ પ્રકારની ગેરંટી નથી કે તમે તમામ મેસેજ અથવા ડિલીટ કરેલા ખાસ મેસેજને વાંચી જ શકશો, પરંતુ ઇમરજન્સીમાં તમે અહીં જણાવેલ પ્રોસેસ એક વખત ટ્રાય તો કરી જ શકો છો.

    ડિલીટ કરેલા મેસેજ અથવા ચેટ વાંચવાની પહેલી રીત
    - સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને Notification History નામની એપ ઇન્સ્ટોલ કરો.
    - પછી તમારા ડિવાઇસની સિસ્ટમ સેટિંગ્સ સુધી પહોંચવા માટેની તમામ જરૂરી પરમિશન આપો.
    - તમે વોટ્સએપ મેસેજ માટે નોટિફિકેશન લોગમાં મેસેજ સર્ચ કરી શકો છો. અહીં તમારા ફોન પર આવતી તમામ માહિતીઓનો એક લોગ છે.
    - તમે લોન્ચર્સ જેવા નોવા લોન્ચર પર અવેલેબલ સેટિંગ્સનો યૂઝ કરી શકો છો. જો કે, કેટલાંક જ એન્ડ્રોઇડ ફોન તમને નોટિફિકેશન લોગને ચેક કરવાની પરમિશન આપે છે.

    ડિલીટ કરેલા મેસેજ અથવા ચેટ વાંચવાની બીજી રીત
    - આ રીત સેન્ડર માટે યૂઝફુલ સાબિત થઇ શકે છે. આ માટે તમારે વોટ્સએપની ચેટ બેકઅપને ટર્ન ઓન કરવાની જરૂરિયાત છે.
    - વોટ્સએપ રાત્રે બેકઅપની પ્રોસેસ કરતું હોય છે. આથી આ સમય પહેલા તમામ ચેટ લોકલ મેમરીની સાથે સાથે તમને ગૂગલ ડ્રાઇવમાં સેવ કરે છે.
    - આથી જો તમને ભૂલથી ચેટ અથવા મેસેજ ડિલીટ કરી દેશો તો તમે ચેટ સ્ટોરેજ ઓપ્શનમાંથી ચેટને રિસ્ટોર કરી શકો છો.
    - સૌથી પહેલા પોતાના ફોન પર વોટ્સએપ અનઇન્સ્ટોલ કરો. વોટ્સએપને રિફ્રેશ કરવા માટે તમારે પોતાનો મોબાઇલ નંબર નાંખવો પડશે.
    - ઓટીપી અને પાસકોડ પછી તમે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો યૂઝ કરી શકો છો.
    - એપની સ્ક્રીન પર તમને ચેટ રિસ્ટોર કરવાનો ઓપ્શન મળશે. રિસ્ટોર બટન પર ક્લિક કરવાની સાથે જ ગૂગલના એકાઉન્ટમાંથી લોકલ મેમરીમાં મેસેજ આવવા લાગશે.
    - આવું કર્યા પછી તમે ચેટ સ્ક્રીન પર પહોંચી શકો છો. આ મેથડથી તમે ડિલીટ ચેટ અને મેસેજને વાંચી શકો છો.


    આ પણ વાંચોઃ એક ફોનમાં બે WhatsApp ચલાવવાની પ્રોસેસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending