સેફ્ટી / ઈ-વોલેટના યુઝર્સ માટે RBIની નવી પોલીસી, ફ્રોડ થશે તો કંપની ચૂકવશે વળતર

RBI Rolled out new policy for e wallet users
X
RBI Rolled out new policy for e wallet users

  • Paytm, PhonePe અથવા અન્ય મોબાઇલ વોલેટના યૂઝર્સ માટે સારા સમાચાર
  • ફ્રોડની ફરિયાદ 7 દિવસોની અંદર થઇ હશે તો રિફંડ RBI મારફતે કરવાનું રહેશે
  • મોબાઇલ વોલેટ કંપનીઓએ 24X7 કસ્ટમર કેર હેલ્પલાઇન શરૂ કરવી ફરજીયાત

divyabhaskar.com

Jan 11, 2019, 05:10 PM IST

ગેજેટ ડેસ્કઃ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વ્યવહારો ઉપર ભાર મૂકતાં ઈ ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપ્યું છે. જેને લઈ દેશભરમાં ઓનલાઇન વૉલેટને યૂઝ કરનારા યૂઝર્સની સંખ્યામાં પણ સતત વધારો જ થઇ રહ્યો છે. જેથી સ્વાભાવિક રીતે જ તેમાં સિક્યોરિટી અને ગ્રાહકોને સંતોષકારક સેવા ઉપલબ્ધ થાય તે પણ જરૂરી છે. ખાસ કરીને Paytm, PhonePe, GooglePay, AmazonPay સહિતના બીજા વોલેટ પણ આવા ટ્રાન્ઝેક્શનમાં સામેલ છે. ઘણીવાર આ વોલેટમાંથી પૈસા ગાયબ થવાના મામલા સામે આવતા હોય છે. તેવા સંજોગોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ આવા ફ્રોડને રોકવા માટે નવા નિયમો બનાવ્યા છે. આ નિયમોને કારણે વોલેટના યૂઝર્સ છેતરપિંડીથી બચી જશે.

 

RBIના નવા નિયમોના 10 પોઇન્ટ્સ

 

1. ફેબ્રુઆરી 2019 પછી KYC વેરિફિકેશન વિના કોઇ યૂઝર મોબાઇલ વોલેટ યૂઝ નહીં કરી શકે. 
2. ઓનલાઇન વોલેટની સુવિધાવાળી તમામ કંપનીઓ હવે કોન્ટેક્ટ નંબર અને ઇમેલ આઇડી આપવાનો રહેશે, જેથી કોઇ કારણોસર કસ્ટમર કોઇ રિપોર્ટ કરવા ઇચ્છે તો સરળતાથી કરી શકે. 
3. મોબાઇલ વોલેટ કંપનીઓ જેવી કે Paytm, PhonePe, AmazonPay અથવા કોઇ પણ એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે યૂઝર્સ SMS એલર્ટ, ઇમેલ અને નોટિફિકેશન માટે રજિસ્ટર કરાવે. 
4. કોઇ પણ કસ્ટમરની સાથે છેતરપિંડી ન થાય તે માટે મોબાઇલ વોલેટ કંપનીઓએ 24X7 કસ્ટમર કેર હેલ્પલાઇન શરૂ કરવાની રહેશે. 
5. કોઇ યૂઝરની સાથે છેતરપિંડી થાય તો તે માટે મોબાઇલ વોલેટ પ્રોવાઇડર જવાબદાર ગણાશે, તો યૂઝરને નુકસાનના પૈસા 3 દિવસોમાં પૂરા રિફંડ કરવામાં આવશે. 
6. જો એવા કોઇ મામલો બને કે કસ્ટમર સાથે ફ્રોડ થાય ને તે ફરિયાદ ન કરી શક્યો, તેવી સ્થિતિમાં પણ વોલેટ પ્રોવાઇડરે પૂરા પૈસા રિફન્ડ કરવાના રહેશે. 
7. કોઇ યૂઝરની સાથે ફ્રોડ થાય જેની ફરિયાદ તેણે 4થી 7 દિવસની અંદર કરી હોય અને તેની કુલ રકમ 10000 રૂપિયાથી નીચે છે ત્યારે પણ કંપનીએ પૈસા રિફંડ કરવાના રહેશે. 
8. જો ફ્રોડની ફરિયાદ 7 દિવસોની અંદર થઇ હશે તો રિફંડ RBI મારફતે કરવાનું રહેશે. 
9. રિફંડ સાથે જોડાયેલા તમામ મામલાઓને કંપનીએ 10 દિવસમાં સોલ્વ કરવાના રહેશે, જો કંપનીની સાથે કોઇ વિવાદ છે તો તેને પણ 90 દિવસોની અંદર ખતમ કરવાનો રહેશે. 
10. જો કોઇ યૂઝરની ફરિયાદનો 90 દિવસોમાં પણ ઉકેલ ન આવે તો કંપનીએ આખી રકમ રિફન્ડ કરવાની રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી