લાલબત્તી / 10 દિવસ PUBG રમતાં ફિટનેસ ટ્રેનરે માનસિક સંતુલન ગુમાવ્યું, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

PUBG addicted fitness trainer in hospitalized,Trainer lost mental balance
X
PUBG addicted fitness trainer in hospitalized,Trainer lost mental balance

  • જમ્મુ-કાશ્મીરમાં 6 કિસ્સા પ્રકાશમાં આવ્યા, ગેમ ઉપર બેન લાવવા લોકોની માંગ
  •  ગેમિંગ રેવન્યુની બાબતમાં ભારત ટોપ 20 દેશોમાં સામેલ છે
  •  ગેમ રમવાની આદતને WHOએ માનસિક રોગની શ્રેણીમાં સામેલ કરી 

divyabhaskar.com

Jan 12, 2019, 08:53 AM IST

ગેજેટ ડેસ્ક. આજકાલ યુવાનોમાં PUBG ગેમ હાવી થઈ રહી છે. જ્યાં જૂઓ ત્યાં યુવાનો મોબાઈલમાં આ ગેમ રમતા નજરે પડી રહ્યા છે. ગેમ પાછળ પાગલ થયેલા યુવાનો માટે લાલબત્તી સમાન એક પ્રકાશમાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં એક ફિટનેસ ટ્રેનર આ ગેમના રવાડે ચઢ્યો હતો. સતત 10 દિવસ સુધી ગેમ રમતાં તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. યુવકનાં મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

 

ગેમના રવાડે ચઢેલા ફિટનેસ ટ્રેનરની ઓળખ હજી સુધી આપવામાં આવી નથી. પરંતુ તે 10 દિવસ સુધી સતત PUBG ગેમ રમતો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આટલા દિવસ સુધી સતત ગેમ રમતાં તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ગેમનો એક રાઉન્ડ પૂર્ણ કર્યા પછી તે પોતાની જાતને નુકસાન પહોંચાડવા લાગ્યો હતો.

રાજ્યમાં ગેમ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ

ફિટનેશ ટ્રેનરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું હતું કે, તેની હાલત હજી પણ ગંભીર છે. તેનું માનસિક સંતુલન ખૂબ બગડી ગયું છે. તે લોકોને ઓળખી તો રહ્યો છે પરંતુ હજી પણ તેના મગજ ઉપર ગેમની જ અસર વર્તાઈ રહી છે. તેનું મગજ હાલમાં યોગ્ય રીતે કામ નહીં કરતીં હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે. 
અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મિરમાં આવા છ કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. જેને લઈ PUBG ગેમ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો આ બાબતને ગંભીરતાથી લઈ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મળીને આ ગેમ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે.  
3. ગેમ રમવી એ પણ એક માનસિક બીમારી હોય છે
ગત વર્ષે જ વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ ગેમ રમવાની આદતને માનસિક રોગની હરોળમાં સામેલ કરી દીધી છે. જેને 'ગેમિંગ ડિસઓર્ડર' એવું નામ આપવામાં આવ્યું છે. શટ ક્લિનિકના અહેવાલ મુજબ ટેક એડિક્શન વાળા લોકો 60 ટકા ગેમ રમતા હોય છે. 20 ટકા લોકો પોર્ન સાઈટ જોતા હોય છે. જ્યારે બાકીના 20 ટકા લોકો સોશિયલ મીડિયા, વોટ્સએપમાં સમય પસાર કરતા હોય છે. 
 

શટ(સર્વિસ ફોર હેલ્ધી યૂઝ ઓફ ટેક્નોલોજી) ક્લિનિકનાં ડૉક્ટર મનોજકુમાર શર્માએ કહ્યું કે, ગેમ રમવાની આદતથી વ્યક્તિનું પોતાના ઉપર જ નિયંત્રણ નથી રહેતું. ગેમ રમનારા માત્ર ગેમ જ રમતા રહે છે. જેથી જીવનશૈલીમાં તે એકમાત્ર પ્રવૃત્તિ બની જાય છે. ગેમ રમવા પછી થનારા નુકશાન વિશે સૌને ખબર જ હોય છે. છતાં પણ લોકો ગેમ રમવાનું નથી છોડતા.  
 

5. વિશ્વભરમાં 2.3 અબજ ગેમર્સ, જેમાંથી 22 કરોડ ભારતીયો
ગેમિંગ એનાલિટિક્સ ફર્મ ન્યૂઝુના રિપોર્ટ મૂજબ વિશ્વરભરમાં આજે ગેમિંગ ઈન્ડસ્ટ્રીની કમાણી 138 અબજ ડોલર(અંદાજે 9700 અબજ રૂપિયા) કરતાં વધારે છે. જેમાં લગભગ 51 ટકા ભાગીદારી મોબાઈલ ગેમિંગ સેગમેન્ટમાં છે.
ગેમિંગ રેવન્યુની બાબતમાં ભારત ટોપ 20 દેશોમાં સામેલ છે. 2021 સુધીમાં ગેમિંગ માર્કેટની કમાણી 100 અબજ ડૉલર કરતાં વધુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ન્યૂઝુના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં 2.3 અબજ ગેમર્સ છે. તેમાં 22 કરોડ ભારતીય ગેમર્સ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી