તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Paytmની ત્રણ કેશબેક ઓફર્સનો લાભ ઉઠાવવાની પ્રોસેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ Paytm સમયાંતરે પોતાના કસ્ટમર્સ માટે નવી ઓફર્સ લોન્ચ કરતું રહે છે. હાલમાં પેટીએમ પોતાના કસ્ટમર્સ માટે વિવિધ ઓફર્સ લાવ્યું છે જેના દ્વારા યૂઝર્સને 1000 રૂપિયાનું કેશબેક મળશે. Paytmની નવી ઓફર્સનો લાભ ઊઠાવવા માટે યૂઝરનું એકાઉન્ટ  BHIM UPI સાથે લિંક થયેલું હોવું જરૂરી છે. જો કે, કેશબેકનો લાભ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન થવી જરૂરી છે.

 

પહેલી ઓફર
Paytm પર BHIM UPIનો ઉપયોગ કરી 100 કે તેથી વધુ રૂપિયાના 20 ટ્રાન્ઝેક્શન કરવા પર 500 રૂપિયા કેશબેક મળશે. વળી 10 કે તેથી વધુ રૂપિયાના 100થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર 250 રૂપિયા મળશે. આવી રીતે તમને 750 રૂપિયા કેશબેક મળી શકે છે. 

 

બીજી ઓફર
Paytm UPI 7Pe70 Cashback જૂન ઓફર છે. આ ઓફર અંતર્ગત જો તમે 5000 રૂપિયા કે તેથી વધુના 7 ટ્રાન્ઝેક્શન કરશો તો તમને 70 રૂપિયા કેશબેક મળશે. 

 

ત્રીજી ઓફર
Paytm UPI Assured Cashback ઓફર અંતર્ગત જો તમે 180 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. જો તમે 1000 કે તેથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરો છો તો તમને 180 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

 

આમ, ત્રણેય ઓફરને સાથે ગણીએ તો Paytm યૂઝરને BHIM UPIનો ઉપયોગ કરવા બદલ 1000 રૂપિયાનું કેશબેક આપી રહ્યું છે.  

વાંચોઃ રિલાયંસ બિગ ટીવીની ઓફર, એક વર્ષ સુધી 500 ચેનલ્સ ફ્રીમાં જોવો

 

અન્ય સમાચારો પણ છે...