• Gujarati News
  • National
  • પતંજલિ સિમ અને પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ | Patanjali Sim Card VS Patanjali Swadeshi Samriddhi Card

બાબા રામદેવના પતંજલિ સિમ કાર્ડ અને સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ વચ્ચે શું તફાવત છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ યોગગુરુ બાબા રામદેવે થોડા દિવસો અગાઉ પતંજલિ સિમ કાર્ડ લોન્ચ કર્યું હતું. બાબા રામદેવે BSNL સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ લોન્ચ કર્યું છે. હવે આ બંને કાર્ડ અંગે લોકોમાં ખૂબ કન્ફ્યૂઝન જોવા મળી રહ્યું છે. કારણ કે, માર્કેટમાં બંને કાર્ડ અલગ છે. પહેલું સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ અને બીજું સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ. હવે સવાલ એ છે કે, આ બંને કાર્ડ વચ્ચે તફાવત શું છે?

 

પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ એટલે શું: આ એક સિમ કાર્ડ છે, જેનો મોબાઇલમાં યૂઝ થશે. આ સિમ કાર્ડ ટૂંક જ સમયમાં માર્કેટમાં આવી જશે. આ સિમ કાર્ડને BSNL સાથે પાર્ટનરશિપમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પતંજલિનું કહેવું છે કે, આ સિમથી થયેલી કમાણીનો ઉપયોગ સામાજિક કાર્યોમાં થશે. આ સિમ માટે BSNLએ 144 રૂપિયા, 792 રૂપિયા અને 1584 રૂપિયાના ત્રણ ડેટા અને કોલિંગવાળા પ્લાન લોન્ચ કર્યા છે. હાલમાં આ સિમનો ઉપયોગ માત્ર પતંજલિના કર્મચારી જ કરી શકશે. 

 

પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ શું છેઃ આ એક પ્રકારનું મેમ્બરશિપ કાર્ડ છે. આ કાર્ડનો ઉપયોગ પતંજલિ પ્રોડક્ટ્સની શોપિંગ માટે કરી શકાશે. તેની મેમ્બરશિપ 100 રૂપિયામાં ખરીદી શકાશે. બાદમાં આ કાર્ડથી શોપિંગ કરવા પર પતંજલિ પ્રોડક્ટ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.  

 

આગળ જાણો પતંજલિ સિમ સાથે મળતાં પ્લાન્સ અંગે