Home » Gadgets » Latest » રિયલમી 2 ભારતમાં લોન્ચ | Realme 2 price india

Realme 2 ભારતમાં લોન્ચ, નૉચ ડિસ્પ્લેવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 11:54 AM

Realme 1ની સફળતા ઓપ્પો લાવ્યું નવો સ્માર્ટફોન, ઓછા રૂપિયામાં મળશે પ્રીમિયમ લૂક

  • રિયલમી 2 ભારતમાં લોન્ચ | Realme 2 price india
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓપ્પો રિયલમી 2નો ડાયમંડ રેડ વેરિઅન્ટ

    ગેજેટ ડેસ્કઃ નવી દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં આજે (28 ઓગસ્ટ) Realme 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ સબ-બ્રાન્ડ કંપની Realme લોન્ચ કર્યો હતો. જો કે, Realme 1ને મળેલી સફળતા બાદમાં રિયલમી નામની અલગ કંપની જ બનાવવામાં આવી છે. Realme 2ને અગાઉ લોન્ચ કરેલા Realme 1નું અપગ્રેડ વર્ઝન ગણવામાં આવી રહ્યો છે.

    Realme 2 ફીચર્સ
    - 6.2 ઇંચની એચડી + નોચ ડિસ્પ્લે
    - 3/ 4 જીબી રેમ
    - 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    - 13+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
    - 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - સ્નેપડ્રેગન 450 પ્રોસેસર
    - 4230 mAhની બેટરી
    - ડ્યુઅલ VoLTE નેનો સિમ (ડેડીકેટેડ માઇક્રોએસડી કાર્ડ)
    - એન્ડ્રોઇડ 8.1 ઓરિયો
    - ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક


    Realme 2ની ભારતમાં કિંમત
    3 જીબી રેમવાળા Realme 2ની ભારતમાં કિંમત 8990 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમવાળા રિયલમી 2ની કિંમત 10990 રૂપિયા છે. આ ફોનનું વેચાણ એક્સક્લુસિવલી ફ્લિપકાર્ટ પર થશે. આ ફોન ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ અને ડાયમંડ બ્લૂ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફોનની સીધી ટક્કર Xiaomi Redmi 5 અને Nokia 3.1 સાથે થશે. ફોનનો પહેલો સેલ 4 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે યોજાશે. ડાયમંડ બ્લૂ વેરિઅન્ટ ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. HDFC બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 750 રૂપિયા ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે.

    આગળ જુઓ ઓપ્પો રિયલમી 2ના અન્ય ફોટોગ્રાફ્સ


    આ પણ વાંચોઃ ઓપ્પો RealMe1 રિવ્યૂ, 15000ના બજેટમાં સારો ફોન

  • રિયલમી 2 ભારતમાં લોન્ચ | Realme 2 price india
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓપ્પો રિયલમી 2 આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીન ધરાવે છે
  • રિયલમી 2 ભારતમાં લોન્ચ | Realme 2 price india
    ડાયમંડ બ્લૂ વેરિઅન્ટનું વેચાણ ઓક્ટોબર મહિનામાં શરૂ થશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ