Home » Gadgets » Latest » ઓપ્પો R17 પ્રો ભારતમાં લોન્ચ કિંમત | Oppo R17 Pro launched

Oppo R17 Pro ભારતમાં લોન્ચ, પાવર પરફોર્મન્સની સાથે મળશે દમદાર કેમેરા

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 12:01 PM

માત્ર 10 જ મિનિટમાં 40 ટકા બેટરી થઇ જશે ચાર્જ

  • ઓપ્પો R17 પ્રો ભારતમાં લોન્ચ કિંમત | Oppo R17 Pro launched
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓપ્પો R17 પ્રો ભારતમાં લોન્ચ

    ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો એ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Oppo R17 Pro ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન સુપરફાસ્ટ VOOC ફ્લેશ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે. જેને કારણે માત્ર 10 જ મિનિટમાં ફોનની 40 ટકા બેટરી ચાર્જ થઇ જાય છે. Oppo R17 Pro ના અન્ય ખાસ ફીચર્સની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિઅર કેમેરા અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. તે સિવાય પાવરફુલ પરફોર્મન્સ માટે ફોનમાં 8 જીબી રેમ આપવામાં આવી છે.


    Oppo R17 Proની ભારતમાં કિંમત અને લોન્ચ ઓફર
    ઓપ્પો આર17 પ્રોની કિંમત 45990 રૂપિયા છે. તે 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવશે. ફોનને એમેરાલ્ડ ગ્રીન અને રેડિઅન્ટ મિસ્ટ કલરમાં ખરીદી શકાશે. ફોનનું વેચાણ 7 ડિસેમ્બરથી એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ તથા ઓપલાઇન સ્ટોરમાં શરૂ થશે. ઓપ્પો R17 પ્રોને HDFC બેન્કના કાર્ડથી ખરીદવા પર 10 ટકા કેશબેક મળશે. તે સિવાય આ ફોન વન ટાઇમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ગેરંટી પણ આપે છે. સિલેક્ટેડ સ્ટોર્સમાં પેટીએમથી પેમેન્ટ કરવા પર 3000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી રહ્યું છે.

    ઓપ્પોએ મુંબઇ ખાતે આયોજિત આ ઇવેન્ટમાં Oppo R17 પણ લોન્ચ કર્યો. 34990 રૂપિયાના સ્માર્ટફોનને ક્યારે માર્કેટમાં ક્યારથી ખરીદી શકાશે તે અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી.

    Oppo R17 Proના ફીચર્સ
    - 6.4 ઇંચની ફુલ HD+ વૉટરડ્રોપ નૉચવાળી એમોલેડ ડિસ્પ્લે
    - ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શન
    - 8 જીબી રેમ
    - 128 જીબી સ્ટોરેજ
    - 12+20+TOF થ્રી-ડી સ્ટીરિયો ટ્રિપલ રિઅર કેમેરા
    - 25 મેગાપિક્સલનો ફ્રન્ડ કેમેરા
    - ક્વોલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર
    - 3700 mAhની બેટરી
    - સુપરફાસ્ટ VOOC ચાર્જિંગ સપોર્ટ
    - સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
    - એન્ડ્રોઇડ 8.1 ઓરિયો સપોર્ટ

    આગળ જુઓ Oppo R17 Proના અન્ય ફોટોગ્રાફ્સ

  • ઓપ્પો R17 પ્રો ભારતમાં લોન્ચ કિંમત | Oppo R17 Pro launched
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓપ્પો આર17 પ્રોમાં AMOLED વોટરડ્રોપ નૉચવાળી ડિસ્પ્લે છે
  • ઓપ્પો R17 પ્રો ભારતમાં લોન્ચ કિંમત | Oppo R17 Pro launched
    Oppo R17 Pro નો એમેરાલ્ડ ગ્રીન વેરિઅન્ટ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ