ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો આ વર્ષે યુનિક કેમેરા સેટઅપવાળો ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X લોન્ચ કર્યો હતો. સ્લાઇડર કેમેરો અને 8 જીબી રેમ આ ફોનની ખાસિયત હતી. 59999 રૂપિયાવાળા આ સ્માર્ટફોનનું અપગ્રેડ વર્ઝન આવી રહ્યું હોવાનું એક લીકના આધારે જાણવા મળ્યું છે. લીક અનુસાર ઓપ્પો ફાઇન્ડ એક્સનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઓપ્પો find Xનું અપગ્રેડ વર્ઝન 10 જીબી રેમ સાથે આવશે. ઓપ્પોના એક સ્માર્ટફોનનું સર્ટિફિકેશન માટે ચીનની સાઇટ TENNA પર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. તે હેન્ડસેટનો મોડલ નંબર PAFM00 છે.
ઓપ્પો Find X અપગ્રેડ વેરિઅન્ટની માહિતી લીક
ચીનની વેબસાઇટ પર લિસ્ટ થયેલા હેન્ડસેટના મોટાભાગના સ્પેસિફિકેશન ઓપ્પો ફાઇન્ડ એક્સ જેવા જ છે, પરંતુ ફોનમાં 8 જીબી રેમની જગ્યાએ 10 જીબી રેમ આપવામાં આવી છે. ચીનના એક ટિપ્સટરે સ્માર્ટફોનનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. જેમાં ફાઇન્ડ એક્સમાં 10 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ હોવાનું જણાય છે.
Oppo Find Xના ફીચર્સ
- 6.4 ઇંચની ફુલ એચડી કર્વ્ડ ઓલેડ ડિસ્પ્લે
- 8 જીબી રેમ
- 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 16 + 20 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ફ્રન્ટ કેમેરો થ્રી-ડી ફેસ સ્કેનિંગ સેન્સર ધરાવે છે.
- ફિંગરપ્રિન્ટ સેન્સર નથી પરંતુ ફેસ અનલોક ફીચર છે.
- સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
- એડ્રિનો 630 જીપીયુ
- ડ્યુઅલ સિમ સપોર્ટ
- કલર ઓએસ
- 3700 mAh બેટરી
- ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
- હેડફોન જેક નથી
- ઓરિયો 8.1
આ પણ વાંચોઃ Realme 2 Pro ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં આવ્યો પાવરફુલ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.