• Home
  • Gadgets
  • Latest
  • ઓપ્પો F9 પ્રો કિંમત | Oppo F9 Pro launched with 25 megapixel front camera

Oppo F9 Pro: અત્યંત સ્ટાઇલિશ અને પાવરફુલ ફોનનું વેચાણ આજથી શરૂ

25 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો, સુપર ફાસ્ટ ચાર્જર અને ગ્રેડિયન્ટ બેક છે ઓપ્પો F9 પ્રોની ખાસિયત

divyabhaskar.com | Updated - Aug 30, 2018, 08:06 PM
ઓપ્પો f9 પ્રોનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટ
ઓપ્પો f9 પ્રોનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટ

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો ગત સપ્તાહે લોન્ચ કરેલા અત્યંત સ્ટાઇલિશ અને પાવરફુલ સ્માર્ટફોન Oppo F9 Proનું વેચાણ 31 ઓગસ્ટથી શરૂ થઇ ગયું છે. ઓપ્પો એફ9 પ્રોની ખાસિયત તેની વૉટર ડ્રોપ ડિસ્પ્લે નૉચ છે. જે આઇફોન-X કે અન્ય સ્માર્ટફોનમાં મળતી નૉચ સ્ક્રીન કરતાં અલગ છે. તે સિવાય Oppo F9 Proમાં સુપરફાસ્ટ VOOC ચાર્જિંગ ટેક્નોલોજી મળે છે. કંપનીનો દાવો છે કે, આ ટેક્નોલોજી દ્વારા 5 મિનિટમાં ચાર્જ થયેલા ફોનથી 2 કલાક સુધી વાતો કરી શકાશે. ઓપ્પો F9 પ્રો ગ્રેડિયન્ટ બેક ધરાવે છે. એફ 9 પ્રોને સનરાઇઝ રેડ, ટ્વાઇલાઇટ બ્લૂ અને સ્ટારી પર્પલ જેવા યુનિક કલર્સમાં ખરીદી શકાશે.

Oppo F9 Proના ફીચર્સ
- 6.3 ઇંચની વોટરડ્રોપ નૉચવાળી ફુલ HD+ ડિસ્પ્લે
- 6 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (ડેડિકેટેડ મેમરી કાર્ડ સ્લોટ છે)
- 16+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર
- 3500 mAhની બેટરી
- ફાસ્ટચાર્જિંગ માટે VOOC ટેક્નોલોજી સપોર્ટ
- એન્ડ્રોઇડ 8.1 ઓરિયો

Oppo F9 Proની ભારતમાં કિંમત
Oppo F9 Proની કિંમત 23990 રૂપિયા છે. ઓપ્પો F9 પ્રોનું વેચાણ 31 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા અને પેટીએમ મોલ પર તથા સ્ટોર્સ પરથી પણ થશે. ફ્લિપકાર્ટ પર SBI અને ICICI બેન્ક દ્વારા ખાસ ઓફર મળી રહી છે. તે સિવાય એમેઝોન પર HDFC કાર્ડથી ખરીદી કરવાથી 5 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. તે સિવાય એક્સચેન્જ ઓફર્સ અને નો-કોસ્ટ ઇએમઆઇનો પણ લાભ મળશે.

આગળ જુઓ Oppo F9 Proના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Realme 2 ભારતમાં લોન્ચ, નૉચ ડિસ્પ્લેવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન

Oppo F9 pro વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે ધરાવે છે
Oppo F9 pro વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે ધરાવે છે
ઓપ્પો એફ9 પ્રોનો સનરાઇઝ રેડ વેરિઅન્ટ
ઓપ્પો એફ9 પ્રોનો સનરાઇઝ રેડ વેરિઅન્ટ
X
ઓપ્પો f9 પ્રોનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટઓપ્પો f9 પ્રોનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટ
Oppo F9 pro વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે ધરાવે છેOppo F9 pro વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે ધરાવે છે
ઓપ્પો એફ9 પ્રોનો સનરાઇઝ રેડ વેરિઅન્ટઓપ્પો એફ9 પ્રોનો સનરાઇઝ રેડ વેરિઅન્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App