• Home
  • Gadgets
  • Latest
  • Oppo F9 Pro launched with 25 megapixel front camera | ઓપ્પો F9 પ્રો ભારતમાં લોન્ચ

Oppo F9 Pro ભારતમાં લોન્ચ, 5 મિનિટના ચાર્જિંગમાં થશે બે કલાક સુધી વાતો

divyabhaskar.com

Aug 22, 2018, 10:25 AM IST
Oppo F9 Proનો સ્ટારી પર્પલ વેરિઅન્ટ
Oppo F9 Proનો સ્ટારી પર્પલ વેરિઅન્ટ
અોપ્પો F9 પ્રોમાં વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે છે
અોપ્પો F9 પ્રોમાં વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે છે
Oppo F9 Proનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટ
Oppo F9 Proનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટ

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ આજે (21 ઓગસ્ટ) ભારતમાં બે નવા સ્માર્ટફોન Oppo F9 Pro અને Oppo F9 લોન્ચ કર્યા. મુંબઇ ખાતે આયોજિત ઇવેન્ટમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન્સની ખાસિયત તેની વૉટર ડ્રોપ ડિસ્પ્લે નૉચ છે. જે આઇફોન-X કે અન્ય સ્માર્ટફોનમાં મળતી નૉચ સ્ક્રીન કરતાં અલગ છે. તે સિવાય Oppo F9 Proમાં સુપરફાસ્ટ VOOC ચાર્જિંગ ટેક્નોલોજી મળે છે. કંપનીનો દાવો છે કે, આ ટેક્નોલોજી દ્વારા 5 મિનિટમાં ચાર્જ થયેલા ફોનથી 2 કલાક સુધી વાતો કરી શકાશે. બંને સ્માર્ટફોન્સને સનરાઇઝ રેડ, ટ્વાઇલાઇટ બ્લૂ અને સ્ટારી પર્પલ કલર્સમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Oppo F9 Proનું વેચાણ 31 ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે ઓપ્પો F9નું વેચાણ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Oppo F9 Proના ફીચર્સ
- 6.3 ઇંચની વોટરડ્રોપ નૉચવાળી ફુલ HD+ ડિસ્પ્લે
- 6 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (ડેડિકેટેડ મેમરી કાર્ડ સ્લોટ છે)
- 16+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર
- 3500 mAhની બેટરી
- ફાસ્ટચાર્જિંગ માટે VOOC ટેક્નોલોજી સપોર્ટ
- એન્ડ્રોઇડ 8.1 ઓરિયો

Oppo F9 Pro અને Oppo F9ની ભારતમાં કિંમત
Oppo F9 Proની કિંમત 23990 રૂપિયા છે. જ્યારે Oppo F9ની કિંમત 19990 રૂપિયા રાખવામાં આવી છે. ઓપ્પો F9 પ્રોનું વેચાણ 31 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા અને પેટીએમ મોલ પર તથા સ્ટોર્સ પરથી પણ થશે. ફ્લિપકાર્ટ પર ઓપ્પો F9 પ્રોનું એક્સક્લુસિવ પ્રી-ઓર્ડર બુકિંગ શરૂ થયું છે. પ્રી-ઓર્ડર કરવા પર રિલાયન્સ જિયો દ્વારા 3.2 ટીબી જેટલો 4G ડેટા બેનિફિટ મળી શકે છે. તે સિવાય SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 5 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક પણ મળશે. તે સિવાય એક્સચેન્જ ઓફર્સ અને નો-કોસ્ટ ઇએમઆઇનો પણ લાભ મળશે. ઓપ્પો F9નું વેચાણ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે, તેવું કંપનીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Oppo A3sનું નવું મોડલ લોન્ચ, 14000 રૂપિયામાં મળશે iPhone જેવો પ્રીમિયમ લૂક

X
Oppo F9 Proનો સ્ટારી પર્પલ વેરિઅન્ટOppo F9 Proનો સ્ટારી પર્પલ વેરિઅન્ટ
અોપ્પો F9 પ્રોમાં વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે છેઅોપ્પો F9 પ્રોમાં વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે છે
Oppo F9 Proનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટOppo F9 Proનો ટ્વાઇલાઇટ બ્લૂ વેરિઅન્ટ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી