• Home
  • Gadgets
  • Latest
  • ઓપ્પો A5 ભારતમાં કિંમત | Oppo A5 launched in India

Oppo A5 ભારતમાં લોન્ચ, સતત 14 કલાક સુધી જોઇ શકાશે વીડિયો

સ્ટાઇલિશ લૂક્સ પ્રીફર કરતાં યૂઝર્સને પસંદ આવી શકે છે Oppo A5

divyabhaskar.com | Updated - Aug 27, 2018, 10:40 AM
બ્લૂ અને રોઝ ગોલ્ડ વેરિઅન્ટમાં ઓપ્પો એ5 ખરીદી શકાશે
બ્લૂ અને રોઝ ગોલ્ડ વેરિઅન્ટમાં ઓપ્પો એ5 ખરીદી શકાશે

ગેજેટ ડેસ્કઃ Oppo A5 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ગયો છે. આ સ્માર્ટફોનને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઓપ્પો બ્રાન્ડનો આ સ્માર્ટફોન ટેક્ચર બેકપેનલ સાથે આવે છે. Oppo એ5 ડ્યુઅલ રિઅર કેમેરા સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બ્યૂટી ટેક્નોલોજી 2.0 છે, જે 296 ફેશિયલ પોઇન્ટ્સ ઓળખી શકે છે. ઓપ્પો એ5 લાંબી બેટરી સાથે આવે છે. દાવા અનુસાર, આ સ્માર્ટફોન પર સતત 14 કલાક સુધી વીડિયોની અને 11 કલાક સુધી ગેમિંગની મજા માણી શકાશે.

Oppo A5ના ફીચર્સ
- 6.2 ઇંચની આઇફોન-એક્સ જેવો નૉચવાળી HD+ ડિસ્પ્લે
- 4 જીબી રેમ
- 64 જીબી સ્ટોરેજ (મેમરીકાર્ડથી 256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર
- ગ્રાફિક્સ માટે એડ્રિનો 506 જીપીયુ
- 13+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 4230 mAhની બેટરી


Oppo A5ની ભારતમાં કિંમત
ઓપ્પો એ5ને ભારતમાં 14990 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનને બ્લૂ અને રોઝ ગોલ્ડ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફોનની ખરીદી ડાયરેક્ટ સ્ટોર્સમાંથી કરી શકાશે.

આગળ જુઓ Oppo A5ના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Oppo F9 Pro ભારતમાં લોન્ચ, 5 મિનિટના ચાર્જિંગમાં થશે બે કલાક સુધી વાતો

Oppo A5 આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે
Oppo A5 આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે
ઓપ્પો એ5 ટેક્ચર બેકપેનલ ધરાવે છે
ઓપ્પો એ5 ટેક્ચર બેકપેનલ ધરાવે છે
X
બ્લૂ અને રોઝ ગોલ્ડ વેરિઅન્ટમાં ઓપ્પો એ5 ખરીદી શકાશેબ્લૂ અને રોઝ ગોલ્ડ વેરિઅન્ટમાં ઓપ્પો એ5 ખરીદી શકાશે
Oppo A5 આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છેOppo A5 આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે
ઓપ્પો એ5 ટેક્ચર બેકપેનલ ધરાવે છેઓપ્પો એ5 ટેક્ચર બેકપેનલ ધરાવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App