સર્વે / ભારતમાં માત્ર 24 ટકા લોકો પાસે જ સ્માર્ટફોન, દક્ષિણ કોરિયામાં વ્યક્તિ દીઠ એવરેજ એક ફોન

Only 24 percent Indian use smartphones
X
Only 24 percent Indian use smartphones

  • અમેરિકાની રિસર્ચ કંપની ફર્મ પ્યૂએ કરેલા સર્વેમાં આ વિગતો સામે આવી
  •  27 દેશના 30 હજાર લોકોને સાંકળીને કરવામાં આવ્યો સર્વે
  • દક્ષિણ કોરિયા બાદ ઈઝરાયેલ અને નેધરલેન્ડમાં સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ
  • ભારતમાં 34 ટકા પુરૂષો અને 14 ટકા મહિલાઓ પાસે સ્માર્ટફોન

Divyabhaskar.com

Feb 08, 2019, 10:55 AM IST
ગેજેટ ડેસ્ક. દુનિયાભરમાં હવે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ સુવિધાનો વ્યાપ વધી રહ્યો છે. અમેરિકાની રિસર્ચ કંપની ફર્મ પ્યૂએ તેને લઈને સ્માર્ટફોનના વપરાશ કર્તાઓ ઉપર એક સર્વે કર્યો હતો. જેમાં બહાર આવેલા તારણોમાં વિશ્વમાં હાલના તબક્કે 5 અબજ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તેમાં અડધાભાગના લોકો ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે. ફર્મ પ્યૂએ કરેલા સર્વેમાં વિશ્વના 18 વિકસિત દેશોનાં 24 ટકા અને 9 વિકાસશીલ દેશોના 54 ટકા લોકો પાસે મોબાઈલ ફોન જ નથી તેવી વિગતો પણ સામે આવી છે.

 

35 ટકા ભારતીયો પાસે મોબાઈલ જ નથી

રિસર્ચ કંપની ફર્મ પ્યૂએ ગત વર્ષે મેથી ઓગષ્ટ મહિના દરમિયાન સર્વે કર્યો હતો. જેમાં દુનિયાના 27 દેશોને 30,133 લોકોને જોડવામાં આવ્યા હતા. આ સર્વેમાં 18 વિકસિત દેશો અને 9 વિકાસશીલ દેશોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વે મુજબ સૌથી વધુ સ્માર્ટફોન ઉપયોગકર્તા લોકોમાં દક્ષિણકોરિયા પ્રથમ ક્રમે છે. જ્યારે ભારતમાં આંકડો ઓછો છે.
ફર્મ પ્યૂએ કરેલા સર્વે મુજબ ભારતમાં માત્ર 24 ટકા લોકો જ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જ્યારે 35 ટકા લોકો તો એવા છે જેમની પાસે મોબાઈલ જ નથી. કુલ વસ્તીના 40 ટકા લોકો યેનકેન પ્રકારે મોબાઈલનો ઉપયોગ કરે છે. જેની સામે દક્ષિણ કોરિયામાં 95 ટકા લોકો સ્માર્ટફોન વાપરે છે. તો બાકી રહેલા 5 ટકા લોકો પણ ગમેતે રીતે મોબાઈલનો ઉપયોગ કરે છે. એટલે એવું કહી શકાય કે દક્ષિણ કોરિયાનો દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તેના પછી ઈઝરાયેલનો નંબર આવે છે. જ્યાં 88 ટકા લોકો પાસે સ્માર્ટ ફોન છે. ત્રીજા નંબરે નેધરલેન્ડ આવે છે જ્યાં 87 ટકા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. 
ફર્મ પ્યૂએ કરેલા સર્વેમાં એી હકીકત સામે આવી છે કે, 18થી 35 વર્ષથી વયના લોકો સૌથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ભારતમાં આ વયજૂથમાં 37 ટકા અને 50 વર્ષથી વધુ વયમાં 6 ટકા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી