તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વનપ્લસ સ્માર્ટ ટીવી ન્યૂઝ | OnePlus Smart Tv Latest News

પ્રીમિયમ ફોન સેગમેન્ટ પછી હવે સ્માર્ટ ટીવીમાં પણ ક્રાંતિ લાવશે વનપ્લસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો

ગેજેટ ડેસ્કઃ 'નેવર સેટલ' ટેગલાઇનવાળી વનપ્લસ કંપની પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં પોતાની ધાક જમાવ્યા પછી એક નવી ક્રાંતિ લાવવા જઇ રહી છે. વનપ્લસ હવે પોતાનું સ્માર્ટ ટીવી લોન્ચ કરવા જઇ રહ્યું છે, જે કંપનીના સ્માર્ટફોનની જેમ જ ભારતીય માર્કેટમાં પોતાની ખાસ ઓળખ બનાવી શકે છે. વનપ્લસના સીઇઓ પીટ લાઉએ હાલમાં જ એક બ્લોગ પોસ્ટમાં કંપનીની ખાસ યોજના અંગે માહિતી આપી. આશા છે કે, વનપ્લસનું સ્માર્ટ ટીવી આગામી વર્ષ સુધીમાં ભારતીય માર્કેટમાં આવી શકે છે.  

 

એક્સપર્ટ્સ માની રહ્યા છે કે, વનપ્લસના સ્માર્ટ ટીવીની કિંમત ભારતીય માર્કેટ અનુસાર, ખૂબ જ વાજબી હશે અને તે ફીચર્સના મામલે અન્ય ટીવી કરતાં ચડિયાતું હશે. લાઉની જાહેરાત અનુસાર, તેઓ પારંપરિક ટીવીને ખાસ અંદાજમાં રજૂ કરવા ઇચ્છે છે. આ માત્ર એક ટીવી નહીં પણ 'ટોટલ કનેક્ટેડ યૂઝર એક્સ્પીરિયન્સ' આપતું ડિવાઇસ હશે, જે યૂઝર્સના દૈનિક જીવનને સારું બનાવશે. વનપ્લસનું ટીવી હાઇ ક્વોલિટી હાર્ડવેર અને લેટેસ્ટ ટેક્નોલોજીનું કોમ્બિનેશન હશે. 
 
વનપ્લસે જો કે, પોતાના મોસ્ટ અવેઇટેડ સ્માર્ટ ટીવીના ફીચર્સ જાહેર નથી કર્યા, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સપોર્ટ પણ હશે. વનપ્લસ અનુસાર, પ્રોડક્ટ લોન્ચ કર્યા પછી પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ તેમાં અપડેટ આપવામાં આવશે, જેથી યૂઝરને અત્યાર સુધી નથી મળ્યો તેવો અનુભવ મળશે. વનપ્લસ અનુસાર, તેમનું નવું ટીવી વધુ સ્માર્ટ હશે અને સ્માર્ટફોન્સ સાથે સારી રીતે કનેક્ટેડ હશે. કંપની પોતાની પ્રોડક્ટને સારી બનાવવા માટે યૂઝર્સ પાસે સતત ઓનલાઇન સજેશન પણ માંગી રહી છે.  
  

વનપ્લસના ટીવીનું નામ સજેસ્ટ કરીને ઇનામ જીતવાની તક
વનપ્લસ કંપની ઇચ્છે છે કે, તેમના આ ખાસ ટીવીનું નામ ફેન્સ જ પાડે. આથી કંપનીએ ઓનલાઇન ફોરમ પર એક કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લઇને ટીવીનું નામ સજેસ્ટ કરવાનું રહેશે. ટોચના 10 ફાઇનાલિસ્ટને કંપનીના વનપ્લસ બુલેટ્સ વાયરલેસ ઇઅરફોન મળશે. વિનરને પહેલું વનપ્લસ સ્માર્ટટીવી મળશે અને તેને લોન્ચ ઇવેન્ટમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવશે. તમે વનપ્લસના ટીવીનું નામ સજેસ્ટ કરવા ઇચ્છો છો તો અહીં આપેલ લિંક પર ક્લિક કરો

 
https://forums.oneplus.com/threads/contest-oneplus-tv-you-name-it.907312/

 

આ પણ વાંચોઃ 5000 રૂપિયાથી વધુના ડિસ્કાઉન્ટ સાથે OnePlus 6 ખરીદવાની તક

અન્ય સમાચારો પણ છે...