તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OnePlus 6T ઓક્ટોબરમાં થશે લોન્ચ, ડિસ્પ્લે હશે સૌથી ખાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વનપ્લસે ગત મે મહિનામાં જ ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 6 લોન્ચ કર્યો હતો. વનપ્લસ 6 ભારતમાં ખૂબ જ સફળ સાબિત થયો છે. હવે માહિતી મળી છે કે, કંપની વનપ્લસ 6ના અપગ્રેડેડ વેરિઅન્ટ OnePlus 6T પર કામ કરી રહી છે. એક ઓનલાઇન રિપોર્ટ અનુસાર, OnePlus 6T સ્માર્ટફોન આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે. વનપ્લસ 6ટીને સૌથી પહેલા અમેરિકામાં લોન્ચ કરવામાં આવી શકે છે.


CNET ના રિપોર્ટ અનુસાર, વનપ્લસ 6T ઓક્ટોબરમાં લોન્ચ થશે અને અમેરિકામાં ટી-મોબાઇલ કેરિયર સાથે એક એક્સક્લૂસિવલી ડીલ અંતર્ગત લોન્ચ થશે. તેનો અર્થ છે કે, ટી-મોબાઇલના મોબાઇલ નેટવર્કને ઓપ્ટિમાઇઝ કરવા માટે વનપ્લસ 6Tના એક ખાસ વર્ઝનને લોન્ચ કરવામાં આવી શકે છે. શક્યતા છે કે, કંપની આવનારા વનપ્લસ સ્માર્ટફોનને હાલના વનપ્લસ 6 કરતાં 20 ડોલર મોંઘો રાખી શકે છે. વનપ્લસ 6Tની કિંમત 550 ડોલર (અંદાજે 39000 રૂપિયા)ની આસપાસ રહેવાનો અંદાજો છે. વનપ્લસ 6 આઇફોન-X જેવી નૉચ સ્ક્રીન ધરાવે છે, જ્યારે વનપ્લસ 6Tની સ્ક્રીન વોટરડ્રોપ ડિસ્પ્લે સાથે આવી શકે છે. આથી વનપ્લસ 6 કરતાં વનપ્લસ 6T પર નૉચની સાઇઝ અત્યંત નાની રહેશે.

 

OnePlus 6Tના સંભવિત ફીચર્સ
- 6.28 ઇંચની ફુલ HD+ ઓપ્ટિક એમોલેડ સ્ક્રીન
- સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
- એન્ડ્રોઇડ 9.0 પાઇ સપોર્ટ
- 6/8 જીબી રેમ
- 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 4000 mAhની બેટરી

આ પણ વાંચોઃ Xiaomi MiA2 ભારતમાં લોન્ચ, OnePlus 6 અને iPhone X કરતાં પણ સારા ફોટો ક્લિક થશે તેવો દાવો

 

અન્ય સમાચારો પણ છે...