ગેજેટ ડેસ્કઃ હાલમાં જ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમીએ પાવરફુલ પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 સાથે 21000 રૂપિયાના બજેટમાં પોકો એફ 1 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે, પાવરફુલ પરફોર્મન્સ આપતો POCO Phone દેખાવમાં એટલો નથી જામતો. લોકોની આ જ ફરિયાદને દૂર કરવા અન્ય ચાઇનીઝ સ્માર્ટફોન કંપની ZTE એ પોતાનો નવો સ્માર્ટફોન Nubia Z18 હાલમાં જ લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં પણ ક્વૉલકોમનું પાવરફુલ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે અને તે દેખાવમાં પણ અત્યંત એટ્રેક્ટિવ છે. લગભગ 92 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો ધરાવતા સ્માર્ટફોનની બેઝલ્સ અત્યંત પાતળી છે. આ સ્માર્ટફોન વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે ધરાવે છે.
Nubia Z18 ફીચર્સ
- 5.99 ઇંચની ફુલ HD ડિસ્પ્લે
- 6/8 જીબી રેમ
- 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ નથી)
- 16+24 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા
- 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (સેલ્ફી પોટ્રેટ બ્યૂટી ફીચર)
- સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
- 3450 mAhની બેટરી
- ક્વીક ચાર્જ 4.0 સપોર્ટ
- ફિંગરપ્રિન્ટ સેન્સર
Nubia Z18ની કિંમત
ચાઇનીઝ માર્કેટમાં નુબિયા ઝેડ18ના બે વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 6 જીબી રેમ+64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત અંદાજે 29300 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત અંદાજે 34600 રૂપિયા છે. ફોનનું વેચાણ ચીનમાં 11 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે સિવાય ફોનના Van Gogh Starry Night Collector's Editionને અંદાજે 37700 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.
આગળ જુઓ Nubia Z18ના અન્ય ફોટોગ્રાફ્સ
આ પણ વાંચોઃ Xiaomi Poco F1: 20000 રૂપિયાના બજેટમાં સૌથી પાવરફુલ ફોન