Home » Gadgets » Latest » નોકિયા 9 રિઅર કેમેરા સેટઅપ | Nokia 9 five camera setup

Nokia 9નો ફોટો લીક, એકદમ ખાસ કેમેરા સેટઅપની મળી ઝલક

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 04:12 PM

નોકિયા 9ની બેક પેનલ 18 કેરેટ ગોલ્ડ ફિનિશથી બનેલી હશે

  • નોકિયા 9 રિઅર કેમેરા સેટઅપ | Nokia 9 five camera setup
    નોકિયાનો આગામી સ્માર્ટફોન 41 મેગાપિક્સલના કેમેરા સાથે લોન્ચ થઇ શકે છે

    ગેજેટ ડેસ્કઃ HMD Globalનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 9 ચાલુ વર્ષે જ લોન્ચ થઇ શકે છે. નોકિયા 9 ઘણીવાર ઇન્ટરનેટ પર લીક થઇ ચૂક્યો છે. Nokia 9ની ખાસિયત તેનું કેમેરા સેટઅપ છે. લીક ફોટો અનુસાર, નોકિયા 9ની બેક પેનલ પર 6 કટઆઉટ છે. છમાંથી ત્રણ કટઆઉટમાં ઝેઇસ (Zeiss) બ્રાન્ડના સેન્સર, એકમાં ફ્લેશ અને બે અન્ય કટઆઉટમાં શું હશે તે હજુ ખબર નથી. આ ફોટો પહેલા ચીનની વેબસાઇટ Baidu પર સામે આવ્યો હતો, જો કે બાદમાં તેને ડિલીટ કરવામાં આવ્યો હતો. હવે, નોકિયા 9ની બેકપેનલનો ફોટો વેબસાઇટ SlashLeaks પર અપલોડ કરવામાં આવ્યો હતો. ફોટોમાં હેક્ઝાગોન આકારમાં કટઆઉટ દેખાઇ રહ્યો છે. નોકિયા 9ની બેક પેનલને જોતાં લાગે છે કે, તે ગ્લાસની બનેલો છે. આ હેન્ડસેટ વાયરલેસ ચાર્જિંગની સાથે આવી શકે છે, ફોનની બેક પેનલ પર નીચે તરફ એન્ડ્રોઇડ વન લખેલું દેખાઇ રહ્યું છે. નોકિયા 9ને ગૂગલના લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન Android Pieની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

    રિપોર્ટ અનુસાર, કેમેરા સેટઅપમાં ટેક્નિકલ કારણોસર એચએમડી ગ્લોબલે 2018ના મધ્ય સુધીમાં નોકિયા 9ને લોન્ચ કરવાનો પ્લાન થોડો પોસ્ટપોન કરી દીધો છે. Nokia 9 ને Nokia A1 Plus નામથી લોન્ચ કરવામાં આવી શકે છે, પરંતુ આ અંગે કંપની તરફથી કોઇ સત્તાવાર નિવેદન નથી આવ્યું.


    Nokia 9ના સંભવિત સ્પેસિફિકેશન
    - 6.01 ઇંચની ડિસ્પ્લે
    - ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન
    - 8 જીબી રેમ
    - 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    - ઇન-ગ્લાસ ફિંગરપ્રિન્ટ સેન્સર
    - નોકિયા 9ની બેક પેનલ 18 કેરેટ ગોલ્ડ ફિનિશવાળી હોઇ શકે છે
    - આઇપી 68 વોટર-ડસ્ટ રેસિસ્ટન્સ
    - 41+20+9.7 મેગાપિક્સલના ટ્રિપલ કેમેરા સેન્સર

    આ પણ વાંચોઃ નવા iPhone XS અને એપલ વોચના ફોટો લીક, 12 સપ્ટેમ્બરે લોન્ચ થશે નવા આઇફોન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ