Home » Gadgets » Reviews » નોકિયા 8 સિરોક્કો 7 પ્લસ લોન્ચ ભારતમાં કિંમત| nokia 8 sirocco nokia 7 plus india price

નોકિયા 8 સિરોકો અને નોકિયા 7 પ્લસ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:59 PM

Nokia 7 Plus મિડ રેન્જ અને Nokia 8 Sirocco પ્રીમિયમ કેટેગરીમાં ધૂમ મચાવશે?

  • નોકિયા 8 સિરોક્કો 7 પ્લસ લોન્ચ ભારતમાં કિંમત| nokia 8 sirocco nokia 7 plus india price
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    HMD ગ્લોબલ કંપનીનો ફ્લેગશિપ ફોન નોકિયા 8 સિરોકો

    ગેજેટ ડેસ્કઃ નોકિયાએ પોતાનો ફ્લેગશિપ ડિવાઇસ Nokia 8 Sirocco અને મિડરેન્જ કેટેગરીમાં Nokia 7 Plus હાલમાં જ ભારતમાં લોન્ચ કર્યા. પ્રીમિયમ ફીલ આપતો નોકિયા 8 સિરોકો અને મિડરેન્જ કેટેગરીમાં ક્વોલિટી કેમેરા સાથે નોકિયા 7 પ્લસને લોન્ચ કરવામાં આવ્યા છે. નોકિયા 8 સિરોકોને કંપનીનો ફ્લેગશિપ ડિવાઇસ (સૌથી એડવાન્સ) સ્માર્ટફોન ગણવામાં આવી રહ્યો છે. પ્રીમિયમ કેટેગરીમાં આવતાં નોકિયા 8 સિરોકોની કિંમત પણ પ્રીમિયમ (49,999 રૂપિયા) છે.

    નોકિયા 8 સિરોકોના ફીચર્સઃ 5.5 ઇંચની ક્વૉડએચડી pOLED ડિસ્પ્લે, ડિસ્પ્લેને 3-થ્રી કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન, 6 જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 12 + 13 મેગાપિક્સલના Carl Zeiss ડ્યુઅલ રિઅર કેમેરા, 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, ક્વૉલકોમ સ્નેપડ્રેગ 835 પ્રોસેસર, 3260 mAHની બેટરી, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, IP 67 સર્ટિફાય (વોટરપ્રૂફ)

    આગળ જાણો નોકિયા 8 સિરોકોની ફર્સ્ટ ઇમ્પ્રેશન

  • નોકિયા 8 સિરોક્કો 7 પ્લસ લોન્ચ ભારતમાં કિંમત| nokia 8 sirocco nokia 7 plus india price
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નોકિયા 8 સિરોકો પ્રીમિયમ બિલ્ડ ક્વોલિટી ધરાવે છે

    જાણીતી ટેક ચેનલ Geekyranjit દ્વારા નોકિયા 8 સિરોકોની ફર્સ્ટ ઇમ્પ્રેશન અંગેનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. ગીકીરનજીત અનુસાર, સૌથી મોટી ખૂંચતી વાત નોકિયા 8 સિરોકોની સ્ક્રીન ડિઝાઇન છે. ફોનમાં ફુલ વ્યૂ સ્ક્રીન નહીં પણ જૂની સ્ટાઇલની સ્ક્રીન છે. જો કે, ફોન ચોક્કસથી પ્રીમિયમ બિલ્ડ ફીલ આપે છે. ફોન સિંગલ સિમ છે. એન્ડ્રોઇડ 8.0 છે. એન્ડ્રોઇડ વન પ્રોગ્રામ હેઠળ તૈયાર થયેલા નોકિયા 8 સિરોકો સ્ટોક એન્ડ્રોઇડ છે. ફોનમાં 3.5 mm જેક નથી, આઇફોન જેવું ડોંગલ મળે છે. રિઅર કેમેરામાં કાર્લ ઝેઇસ ઓપ્ટિક્સ છે. કેમેરાનું પરફોર્મન્સ ખૂબ સારું છે, મેઇન કેમેરામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન છે. 

     

    નોકિયા 8 સિરોકોનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા નબળો (માત્ર 5 મેગાપિક્સલ) છે. ફેસ અનલોકિંગ હાલમાં નથી. ફિઝિકલ LED લાઇટ નથી. બેટરી લાઇફ સારી છે. સિરોકોની કિંમત ઊંચી હોવા છતાં તેમાં સ્નેપડ્રેગનના લેટેસ્ટ પ્રોસેસરનો અભાવ છે. નોકિયા 8 સિરોકોની બિલ્ડ ક્વોલિટી ખૂબ જ સારી છે.  Nokia 8 Siroccoની કિંમત 49,000 રૂપિયા છે. ફોનનું બુકિંગ 20 એપ્રિલથી શરૂ થશે. 

     

    આગળ જાણો નોકિયા 7 પ્લસના ફીચર્સ 

  • નોકિયા 8 સિરોક્કો 7 પ્લસ લોન્ચ ભારતમાં કિંમત| nokia 8 sirocco nokia 7 plus india price
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નોકિયા 7 પ્લસમાં બોડીની બોર્ડર પર કોપર બોર્ડર છે, જે ગ્રિપને વધુ સારી બનાવે છે

    નોકિયા 7 પ્લસના ફીચર્સ

     

    - 6 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ એચડી+ ડિસ્પ્લે
    - કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન
    - 4 જીબી રેમ
    - 64 જીબી ઇન્ટનલ સ્ટોરેજ
    - 12+ 13 મેગાપિક્સલના Zeiss ઓપ્ટિક્સવાળા ડ્યુઅલ કેમેરા 
    - 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - ક્વૉલકોમ સ્નેપડ્રેગ 660 પ્રોસેસર
    - 3800 mAHની બેટરી
    - યુએસબી ટાઇપ સી ચાર્જિંગ

     

    નોકિયા 7 પ્લસની કિંમત ભારતમાં 25,999 રૂપિયા રાખવામાં આવી છે. ફોનનું બુકિંગ 20 એપ્રિલથી શરૂ થશે.

     

    આગળ જાણોઃ નોકિયા 7 પ્લસ અંગે એક્સપર્ટની ફર્સ્ટ ઇમ્પ્રેશન

  • નોકિયા 8 સિરોક્કો 7 પ્લસ લોન્ચ ભારતમાં કિંમત| nokia 8 sirocco nokia 7 plus india price
    nokia 7 plus

    જાણીતી ટેક ચેનલ C4Etech અનુસાર, નોકિયા 7 પ્લસ પણ એન્ડ્રોઇડ વન પ્રોગ્રામ હેઠળ તૈયાર થયો હોવાથી સ્ટોક એન્ડ્રોઇડ એક્સ્પીરિયન્સ આપે છે. ફોનની બેટરી લાઇફ બેસ્ટ બેસ્ટ છે. જો કે, મેઇન કેમેરામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનનો અભાવ છે. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન વીડિયો શૂટ કરીએ ત્યારે હાથ હલવાથી જે શેકિંગ ઇમેજ આવે છે, તેને સુધારે છે. ફોન 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. સેલ્ફી કેમેરો સારો છે. જો કે, ફોનની કિંમત 22000 રૂપિયાની આસપાસ હોત તો અન્ય સ્માર્ટફોન્સને સારી કોમ્પિટિશન આપી શકત. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending

વીડિયો વધુ જુઓ