તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નોકિયા 6.1 પ્લસ ભારતમાં લોન્ચ | Nokia 6.1 Plus India Price

Nokia 6.1 Plus ભારતમાં લોન્ચ, મિડરેન્જમાં મળશે આઇફોન-X જેવી સ્ક્રીન અને ડ્યુઅલ રિઅર કેમેરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ Nokia X6ના ગ્લોબલ વેરિઅન્ટ નોકિયા 6.1ને આજે (21 ઓગસ્ટ) ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. નોકિયા બ્રાન્ડના અન્ય સ્માર્ટફોન્સની જેમ આ ફોન પણ ગૂગલના એન્ડ્રોઇડ વન પ્રોગ્રામનો ભાગ છે. ખાસિયતોની વાત કરીએ નોકિયા 6.1 પ્લસ આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે અને ડ્યુઅલ રિઅર કેમેરા ધરાવે છે.

 

 

Nokia 6.1 Plusના ફીચર્સ
- 5.8 ઇંચની ફુલ HD+ નૉચ ડિસ્પ્લે
- 2.5ડી ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (મેમરી એક્સપાન્ડેબલ)
- 16+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર
- 3060 mAhની બેટરી, યુએસબી ટાઇપ-સી સપોર્ટ
- ફોન સાથે પાવરફુલ 18 વૉટનું ચાર્જર આવે છે, જે 30 મિનિટમાં ફોનને 50 ટકા ચાર્જ કરે છે
- એન્ડ્રોઇડ 8.1 ઓરિયો સપોર્ટ

 

Nokia 6.1 Plusની ભારતમાં કિંમત
Nokia 6.1 Plusને એક્સક્લુસિવલી ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે. તે સિવાય તેને નોકિયાની વેબસાઇટ પરથી પણ ખરીદી શકાશે. નોકિયા 6.1 પ્લસની કિંમત 15999 રૂપિયા રાખવામાં આવી છે. તેનું વેચાણ 30 ઓગસ્ટથી શરૂ થશે. Nokiaની વેબસાઇટ પર નોકિયા 6.1 પ્લસનું પ્રી-ઓર્ડર બુકિંગ શરૂ થઇ ગયું છે.

 

આ પણ વાંચોઃ Oppoનો ધડાકો, ટૂંક જ સમયમાં ભારતમાં લોન્ચ થશે આઇફોન-X જેવી સ્ક્રીનવાળો Realme 2

અન્ય સમાચારો પણ છે...