Divya Bhaskar

Home » Gadgets » Latest » નોકિયા 6.1 પ્લસ | Nokia 6.1 Plus India Price

Nokia બ્રાન્ડનો દમદાર બજેટ સ્માર્ટફોન, આજે ખરીદવાની પહેલી તક

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 06:37 PM

ચીનમાં થોડી જ સેકન્ડ્સમાં Sold Out થઇ જતો Nokia 6.1 Plusનો ભારતમાં પહેલો Sale

  • નોકિયા 6.1 પ્લસ | Nokia 6.1 Plus India Price
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નોકિયા 6.1 પ્લસની ખાસિયત તેની આઇફોન-એક્સ જેવી નોચ સ્ક્રીન છે

    ગેજેટ ડેસ્કઃ એક સમયે ભારતમાં ધૂમ મચાવનાર નોકિયા બ્રાન્ડ લાંબા સમય પછી દમદાર સ્માર્ટફોન લાવ્યું છે. નોકિયા બ્રાન્ડની માલિક HMD ગ્લોબલે Nokia 6.1 Plus ને કંપનીએ થોડા મહિના અગાઉ ચીનમાં Nokia 6X નામથી લોન્ચ કર્યો હતો. નોકિયા 6X એ ચીનમાં ખૂબ ધૂમ મચાવી હતી. ચીનમાં થોડી જ સેકન્ડ્સમાં આ સ્માર્ટફોન Sold Out થઇ ગયો હતો. આ જ નોકિયા 6X ને કંપનીએ ભારતમાં Nokia 6.1 Plus તરીકે લોન્ચ કર્યો છે. નોકિયા 6.1 પ્લસની ખાસિયત તેની આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે છે. તે સિવાય નોકિયા 6.1 પ્લસને ગૂગલના એન્ડ્રોઇડ વન પ્રોગ્રામ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે, આથી આ સ્માર્ટફોન ગૂગલના પિક્સલ સ્માર્ટફોન્સની જેમ સ્ટોક એન્ડ્રોઇડ એક્સ્પીરિયન્સ આપે છે.

    Nokia 6.1 Plusના ફીચર્સ
    - 5.8 ઇંચની ફુલ HD+ નૉચ ડિસ્પ્લે
    - 2.5ડી ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
    - 4 જીબી રેમ
    - 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (મેમરી એક્સપાન્ડેબલ)
    - 16+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
    - 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર
    - 3060 mAhની બેટરી, યુએસબી ટાઇપ-સી સપોર્ટ
    - ફોન સાથે પાવરફુલ 18 વૉટનું ચાર્જર આવે છે, જે 30 મિનિટમાં ફોનને 50 ટકા ચાર્જ કરે છે
    - એન્ડ્રોઇડ 8.1 ઓરિયો સપોર્ટ

    Nokia 6.1 Plusની ભારતમાં કિંમત
    Nokia 6.1 Plusને એક્સક્લુસિવલી ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે. તે સિવાય તેને નોકિયાની વેબસાઇટ પરથી પણ ખરીદી શકાશે. નોકિયા 6.1 પ્લસની કિંમત 15999 રૂપિયા રાખવામાં આવી છે. Nokia 6.1 Plusનું વેચાણ 30 ઓગસ્ટ બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ પર થશે.

    આ પણ વાંચોઃ Xiaomi Poco F1: 20000 રૂપિયાના બજેટમાં સૌથી પાવરફુલ ફોન

  • નોકિયા 6.1 પ્લસ | Nokia 6.1 Plus India Price
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નોકિયા 6.1 પ્લસ 16+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા ધરાવે છે
  • નોકિયા 6.1 પ્લસ | Nokia 6.1 Plus India Price
    નોકિયા 6.1 પ્લસને બ્લેક, વ્હાઇટ અને બ્લૂ કલરમાં ખરીદી શકાશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending