• Home
  • Gadgets
  • Latest
  • નવો આઇફોન 2018 લોન્ચ અને કિંમત | iPhone X Plus and iPhone 9 launch price

એપલ 12 સપ્ટેમ્બરે લોન્ચ કરશે 3 નવા iPhones, કિંમતો લીક

નવો આઇફોન 2018 લોન્ચ અને કિંમત | iPhone X Plus and iPhone 9 launch price

divyabhaskar.com

Aug 23, 2018, 05:45 PM IST

ગેજેટ ડેસ્કઃ એપલ આગામી 12 સપ્ટેમ્બરે નવા આઇફોન્સ લોન્ચ કરી શકે છે. તે સિવાય 14 સપ્ટેમ્બરથી નવા આઇફોન્સથી પ્રી-ઓર્ડર શરૂ થશે. જર્મન સાઇટ Macerkopf.de અનુસાર, આ વર્ષે એપલ ત્રણ iPhone વેરિઅન્ટ લોન્ચ કરશે. ત્રણમાંથી બે આઇફોન OLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. જ્યારે ત્રીજો ફોન LCD ડિસ્પ્લે સાથે આવશે.

અહેવાલ અનુસાર, એપલ નવા iPhonesનું વેચાણ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. એપલ આઇફોન LCD મોડલ અથવા iPhone 9માં કંપની 6.1 ઇંચની ડિસ્પ્લે આપી શકે છે. તે સિવાય iPhone X Plusની સ્ક્રીન સાઇઝ 6.5 ઇંચ હોઇ શકે છે. જ્યારે નવા iPhone X 2018 એડિશન 5.8 ઇંચની સ્ક્રીન સાથે લોન્ચ થઇ શકે છે. આઇફોન X અને આઇફોન X પ્લસ નવા ફેસલોક આઇડી સાથે લોન્ચ થઇ શકે છે. અહેવાલો અનુસાર, કંપનીનો LCD સ્ક્રીનવાળો આઇફોન iPhone 8નું અપગ્રેડેડ વર્ઝન હોઇ શકે છે. આ ફોન સિંગલ રિઅર કેમેરા સાથે આવશે. આ ત્રણેય આઇફોન્સ નૉચ સ્ક્રીન સાથે લોન્ચ થશે.


ટ્રેન્ડ ફોર્સના અહેવાલો અનુસાર, Apple iPhone X Plus પહેલો એવું આઇફોન મોડલ હોઇ શકે છે જેમાં કંપની એપલ પેન્સિલ આપે. અહેવાલો અનુસાર, iPhone X 2018 અને iPhone X Plus બંને ફોન 64 જીબી, 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવી શકે છે.

નવા iPhonesની કિંમત
અહેવાલ અનુસાર, નવા iPhone X 2018ની કિંમત 899 ડોલર (અંદાજે 63000 રૂપિયા) હોઇ શકે છે. જ્યારે iPhone X Plusની કિંમત 999 ડોલર (અંદાજે 70000 રૂપિયા) હોઇ શકે છે.

આગળ વાંચોઃ એપલની એક ભૂલથી લીક થઇ ગયા iPhone X Plusના ફીચર્સ

X
નવો આઇફોન 2018 લોન્ચ અને કિંમત | iPhone X Plus and iPhone 9 launch price
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી