• Home
  • Gadgets
  • Apps
  • નરેન્દ્ર મોદી NAMO એપ્લિકેશન | NAMO app micro donation Rs 5

નરેન્દ્ર મોદીને મળવા ઇચ્છો છો? 5 રૂપિયામાં મળી શકે મોકો

divyabhaskar.com

Nov 29, 2018, 06:26 PM IST
નરેન્દ્ર મોદી NAMO એપ્લિકેશન | NAMO app micro donation Rs 5

ગેજેટ ડેસ્કઃ ઇ-કોમર્સ અથવા ટ્રાવેલ વેબસાઇટ પર રેફરલ કોડ દ્વારા ડિસ્કાઉન્ટ મળતું હોય છે, પરંતુ પીએમ મોદીની પર્સનલ મોબાઇલ એપ્લિકેશનથી જનરેટ થયેલા રેફરલ કોડથી તમારી પાસે પીએમને ફેસ-ટુ-ફેસ મળવાનો મોકો મળી શકે છે.

નમો એપ પર મળશે રેફરલ કોડ
નરેન્દ્ર મોદી એપ (NaMo App) પર એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે, જેના દ્વારા રેફરલ કોડ મેળવવા માટે 5 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા બીજેપીને ડોનેટ કરી શકાય છે. રેફરલ કોડ મેળવ્યા પછી વ્યક્તિએ પોતાના કોન્ટેક્ટ્સને ઇમેલ, SMS અથવા વોટ્સએપ દ્વારા આ કોડ શેર કરવાનો રહેશે.

આવી રીતે થઇ શકે છે મોદી સાથે મુલાકાત
- ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, એપ દ્વારા ડોનેશન કર્યા પછી મળતા રેફરલ કોડનો ઉપયોગ બીજા 100 લોકો કરશે તો તે વ્યક્તિને વડાપ્રધાનને મળવાનો મોકો મળી શકે છે.
- તે સિવાય જો કોઇ વ્યક્તિના રેફરલ કોડનો યૂઝ ઓછામાં ઓછા 10 લોકો કરશે તો તે વ્યક્તિને નમો ટી-શર્ટ અને કોફી મગ જેવો સામાન મળશે.

X
નરેન્દ્ર મોદી NAMO એપ્લિકેશન | NAMO app micro donation Rs 5
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી