Divya Bhaskar

Home » Gadgets » Latest » Moto to launch G6, G6 Play and G6 Plus in May, specs leak

Moto G6 અને Moto G6 Plusના ફોટો LEAK, જાણો કિંમત અને ફીચર્સ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 06:15 PM

લોન્ચ પહેલા જાણો મોટો જી6 અને મોટો જી6 પ્લસના ફીચર્સ અને કિંમત

  • Moto to launch G6, G6 Play and G6 Plus in May, specs leak
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અહેવાલો અનુસાર, મોટો જી6 સિલ્વર, ગોલ્ડ, વ્હાઇટ, બ્લૂ અને સાયન કલરના વેરિઅન્ટમાં અવેલેબલ થશે.

    ગેજેટ ડેસ્કઃ મોટોરોલા પોતાના Moto G6 સીરિઝના નવા સ્માર્ટફોનને એપ્રિલના અંત અથવા મે મહિનાની શરૂઆતમાં લોન્ચ કરે તેવી સંભાવના છે. લેનોવોની માલિકીના મોટોરોલા મોટો જી6 સીરિઝને સત્તાવાર લોન્ચ કરે તે પહેલા જ Moto G6, Moto G6 Plus અને Moto G6 Playના ફીચર્સ અને કિંમત લીક થઇ છે. મોટોની G6 સીરિઝ શાઓમીના અત્યંત પોપ્યુલર રેડમી નોટ 5 પ્રો, રેડમી નોટ 5 અને રેડમી 5ને સીધી ટક્કર આપશે.

    મોટો G6, મોટો G6 Plusના ફીચર્સ

    - હંગેરિયન સાઇટના દાવા અનુસાર, મોટો G6માં 5.7 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ વ્યૂ સ્ક્રીન હશે, જ્યારે મોટો G6 Plusમાં 5.93 ઇંચની ફુલ HD સ્ક્રીન છે.
    - Moto G6માં 4 જીબી રેમ હશે, જ્યારે મોટો G6 Plusમાં 6 જીબી રેમ હશે
    - બંને વેરિઅન્ટમાં 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે
    - 12 MP + 5 MPના ડ્યુઅલ રિઅર કેમેરા
    - 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - ફ્રન્ટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર
    - મોટો જી6માં 1.8GHz octa-core Snapdragon 450 processor છે
    - મોટો જી6 પ્લસમાં Qualcomm Snapdragon 630 SoC પ્રોસેસર છે
    - મોટો જી6માં 3000 mAhની બેટરી
    - મોટો જી6 પ્લસમાં 3200 mAhની બેટરી
    - બંને ડિવાઇસ ટર્બો ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે
    - એન્ડ્રોઇડ 8.0 ઓરિયો
    - 3.5 mm ઓડિયો જેક

    મોટો G6 અને G6 Plus કિંમતો


    - અહેવાલો અનુસાર, મોટો G6ની કિંમત 16000 રૂપિયાની આસપાસ રહેશે
    - જ્યારે Moto G6 Plusની કિંમત 18000 રૂપિયાની આસપાસ રહેશે.

    આગળ જાણો મોટો G6 અને મોટો G6 Plusના અન્ય ફીચર્સ અંગે

  • Moto to launch G6, G6 Play and G6 Plus in May, specs leak
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોટો G6 અને મોટો G6 Plusની સ્ક્રીન ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન ધરાવે છે

    Moto G6 અને Moto G6 Plusના કેમેરા ફીચર્સ

     

    મોટો G6 અને G6 Plusમાં કટઆઉટ ફીચર મળશે. તેની મદદથી લોકો ફોટોગ્રાફ્સમાં બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકે છે. તે સિવાય યૂઝર તેમાં એનિમેટેડ ફેસ ફિલ્ટર પણ યૂઝ કરી શકશે. ગૂગલ લેન્સની જેમ, મોટો G6 અને મોટો G6 પ્લસમાં યૂઝર કેમેરાને કોઇ પણ તરફ ઘૂમાવીને તે અંગે જાણી શકે છે. તે સિવાય ફોનમાં બ્યૂટિફિકેશન મોડ, એક્ટિવ ફોટોઝ અને બેસ્ટ શોટ્સ સહિતના અન્ય ઘણા ફીચર્સ મળશે. 


     

    આગળ જાણો શાઓમીના રેડમી 5ને ટક્કર આપતા મોટો G6 Playના ફીચર્સ અને કિંમત 

     

  • Moto to launch G6, G6 Play and G6 Plus in May, specs leak

    મોટો G6 Playના ફીચર્સ


    - 5.7 ઇંચની HD સ્ક્રીન
    - 2 જીબી રેમ
    - 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    - 12 મેગાપિક્સલનો રિઅર કેમેરા
    - 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - 1.4GHz octa-core 64-bit Snapdragon 430 (MSM8937) પ્રોસેસર
    - 4000 mAhની બેટરી 
    - બેકમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર
    - અંદાજિત કિંમત 13000 રૂપિયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending