ટેક્નોલોજી / ફોનને અડ્યા વગર જ થશે કોલ, હાથના ઈશારે ઓપરેટ થશે કોમ્પ્યુટર

Mobile & Computers will operate without touch

  • એફસીસીએ ગૂગલને હાથના ઈશારા ઓળખે તેવા સોલી સેન્સર બનાવવાની મંજૂરી આપી દીધી
  • આ સેન્સરની મદદથી યુઝર માત્ર હાથના ઈશારાથી જ સ્માર્ટફોન કે કોમ્પ્યૂટર ચલાવી શકશે

divyabhaskar.com

Jan 04, 2019, 05:49 PM IST

ગેઝેટ ડેસ્ક. અમેરિકાની ફેડરલ કમ્યુનિકેશન કમિશન (એફસીસી)એ ગૂગલને હાથના ઈશારા ઓળખે તેવા સોલી સેન્સર બનાવવાની પરવાનગી આપી દીધી છે. રડાર મોશન બેઝ્ડ આ સેન્સરનો સ્માર્ટફોન તેમજ કોમ્પ્યૂટરમાં ઉપયોગ થઈ શકશે. આનો સૌથી વધુ ફાયદો દિવ્યાંંગોને થશે. એરક્રાફ્ટમાં પણ આનો ઉપયોગ કરી શકાશે.

આ રીતે કામ કરશે સેન્સર

  • સોલી સેન્સર રડાર સિગ્નલ પર કામ કરે છે. આ સેન્સરને જે પણ ડિવાઈસમાં લગાવવામાં આવશે તેને યુઝર હાથના ઈશારે ઓપરેટ કરી શકશે.
  • યુઝર્સ અંગુઠો અને આંગળીની મદદથી વર્ચ્યુઅલ બટન દબાવીને દૂર રાખેલા સ્માર્ટફોનથી કોલ કરી શકશે. આ સિવાય પોકેટ કે બેગમાં રાખેલા ડિવાઈસને પણ ઓપરેટ કરી શકાશે.

2015માં આ સેન્સર પર કામ શરૂ થયું હતું

ગૂગલે સોલી સેન્સર પર 2015થી કામ શરૂ કર્યુ હતું. ગૂગલ આ સેન્સર માટે હાઈ-ફ્રિકવન્સી પર કામ કરવા માગતું હતું, પરંતુ હાઈ ફ્રિકવન્સી પર કામ કરવાને લીધે આ સેન્સરની મદદથી બીજા ડિવાઈસ સાથે પણ છેડછાડ થઈ શકે તેમ હતી એટલે ફેસબુક જેવી કંપનીઓએ આનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૂગલે આ સેન્સર માટે 57-64GHz જેટલી લો ફ્રિકવન્સી પર કામ કરવાની પરવાનગી માગી હતી

X
Mobile & Computers will operate without touch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી