• Gujarati News
  • National
  • માઇક્રોસોફ્ટ સરફેસ ગો લોન્ચ કિંમત 399 ડોલર | Microsoft Surface Go Launched

આઇપેડને ટક્કર આપશે 10 ઇંચનું માઇક્રોસોફ્ટનું સરફેસ ગો ટેબ્લેટ, કિંમત 27500 રૂપિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ માઇક્રોસોફ્ટે હાલમાં જ પોતાનું સૌથી સસ્તું ટેબ્લેટ Microsoft Surface Go લોન્ચ કર્યું. 10 ઇંચની સ્ક્રીનવાળા સરફેસ ગોની કિંમત 399 ડોલરથી (અંદાજે 27500 રૂપિયા) શરૂ થાય છે. Microsoft Surface Goમાં વિન્ડોઝ 10 અને બોડી સાથે જ એટેચ કિકસ્ટેન્ડ છે. માઇક્રોસોફ્ટ સરફેસ ગો સાથે કી-બોર્ડ પણ એટેચ કરી શકાય છે. તે સિવાય સરફેસ ગોને સપોર્ટ કરતાં સ્ટાયલસ પણ કંપની લોન્ચ કર્યું. સરફેસ ગો સાથે મેચિંગ કલરના કીબોર્ડ, સ્ટાયલસ સિવાય નાની સાઇઝનું મોબાઇલ માઉસ પણ કંપનીએ લોન્ચ કર્યું છે. જો કે, 27500 રૂપિયામાં માત્ર ટેબ્લેટ મળશે. કીબોર્ડ માટે યૂઝરે એક્સ્ટ્રા 7000 રૂપિયા, સ્ટાયલસ માટે પણ એક્સ્ટ્રા 7000 રૂપિયા અને મોબાઇલ માઉસ માટે બીજા 2400 રૂપિયા ચૂકવવાના રહેશે. Microsoft Surface Goની ડિઝાઇન સરફેસ પ્રોને મળતી આવે છે. સરફેસ ગોના પ્રી-ઓર્ડર શરૂ થઇ ગયા છે. શરૂઆતમાં આ ડિવાઇસને અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવશે. તેનું વેચાણ ઓગસ્ટથી શરૂ થશે. 

 


Microsoft Surface Goના ફીચર્સ
- 10 ઇંચની 3:2 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ HD+ ડિસ્પ્લે
- ઇન્ટેલ પેન્ટિયમ ગોલ્ડ પ્રોસેસર 4415Y સીપીયુ
- 4/8 જીબી રેમ
- 64જીબી /128 જીબી/256 જીબી સ્ટોરેજ
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો
- 8 મેગાપિક્સલ રિઅર ઓટોફોકસ કેમેરો
- USB ટાઇપ C સપોર્ટ 
- વિન્ડોઝ 10S, હોમ અથવા પ્રો
- વજન અંદાજે 500 ગ્રામ

 

આગળ જુઓ Microsoft Surface Goના અન્ય ફોટોગ્રાફ્સ

 

વાંચોઃ 8 ઇંચની ડિસ્પ્લે સાથે લોન્ચ થયું Xiaomi Mi Pad 4, જાણો કિંમત અને ખાસિયતો