• Gujarati News
  • National
  • Mi Max 3 લોન્ચ 19 જુલાઇ | Xiaomi Confirms Launch Of Mi Max 3 On 19th July

Mi Max 3 આવશે 6.9 ઇંચની સ્ક્રીન સાથે, 19 જુલાઇએ લોન્ચિંગ કન્ફર્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ આગામી 19 જુલાઇ એ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી પોતાનો બિગ સ્ક્રીન સ્માર્ટફોન Mi Max 3 લોન્ચ કરશે. મી મેક્સ 3ના ફીચર્સ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ અગાઉની જેમ જ Mi Max સીરિઝનો સ્માર્ટફોન લાર્જ ડિસ્પ્લે સાથે આવશે તેવું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર Xiaomi Mi Max 3માં 6.9 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશ. અગાઉના મી મેક્સ 2માં 6.44 ઇંચની ડિસ્પ્લે હતી. 

 

Xiaomi Mi Max 3ના સંભવિત ફીચર્સ
- 6.9ની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ વ્યૂ HD+ ડિસ્પ્લે
- 3/4/6 જીબી રેમ વેરિઅન્ટ
- 32/64/128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- અહેવાલો અનુસાર 5 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા ઓપ્શન હોઇ શકે છે
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર
- 5500 mAhની બેટરી

 
Xiaomi Mi Max 3ની લોન્ચ ઇવેન્ટ ચીનમાં 19 જુલાઇએ લોકલ ટાઇમ અનુસાર સાંજે 7.30 કલાકે યોજાશે. Mi Max 3ની કિંમત 18000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

વાંચોઃ શાઓમીએ લોન્ચ કર્યું 75 ઇંચનું સ્માર્ટ ટીવી, જાણો કિંમત અને ફીચર્સ

 

અન્ય સમાચારો પણ છે...