Home » Gadgets » Latest » મેઇઝુ પ્રો 7 ડ્યુઅલ સ્ક્રીન | meizu pro7 launch

ભારતમાં લોન્ચ થયો બે ડિસ્પ્લેવાળો પહેલો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 02:54 PM

બે સ્ક્રીનવાળો સ્માર્ટફોન લોન્ચ, જાણો Meizu Pro 7ની કિંમત અને ફીચર્સ

  • મેઇઝુ પ્રો 7 ડ્યુઅલ સ્ક્રીન | meizu pro7 launch
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ડ્યુઅલ ડિસ્પ્લેવાળો મેઇઝુ પ્રો 7

    ગેજેટ ડેસ્કઃ આમ તો હાલમાં ડ્યુઅલ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું ચલણ હજી શરૂ નથી થયું, પરંતુ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર Meizu એ ભારતમાં પહેલો ડ્યુઅલ ડિસ્પ્લે સ્ક્રીનવાળો ફોન લોન્ચ કર્યો છે. મેઇઝુ એ ભારતમાં પોતાનો ફ્લેગશિપ ડિવાઇસ Meizu Pro 7 લોન્ચ કર્યો છે. આ ફોનને એક્સક્લુસિવલી એમેઝોન પરથી ખરીદી શકાય છે. મેઇઝુ પ્રો 7માં 5.7 ઇંચની ફુલ એચડી એમોલેડ સ્ક્રીન છે, જ્યારે બેકમાં પણ 1.9 ઇંચની AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે રિઅર કેમેરાની નીચે છે. મેઇઝુ પ્રો 7ની બેક સાઇડમાં જે 1.9 ઇંચની એમોલેડ સ્ક્રીન છે, તેનો ઉપયોગ નોટિફિકેશન અને સેલ્ફી ક્લિક કરવા માટે થઇ શકશે.


    Meizu Pro 7ના ફીચર્સઃ 5.7 ઇંચની ફ્રન્ટ અને 1.9 ઇંચની બેક AMOLED ડિસ્પ્લે, 4 જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 12 MP + 12 MPના ડ્યુઅલ રિઅર કેમેરા, 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, ફિંગર પ્રિન્ટ સેન્સર, ક્વીક ચાર્જિંગ સપોર્ટ, મીડિયાટેકનું હિલીયો P25 પ્રોસેસર, 3000 mAhની બેટરી, 4G VoLTE સપોર્ટ, એન્ડ્રોઇડ નૂગટ 7.0. મેઇઝુ પ્રો7ની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે.

    આગળ જુઓ ડ્યુઅલ સ્ક્રીનવાળા સ્માર્ટફોનના ફોટોગ્રાફ્સ

  • મેઇઝુ પ્રો 7 ડ્યુઅલ સ્ક્રીન | meizu pro7 launch
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેઇઝુ પ્રો 7ને ગોલ્ડ, રેડ, બ્લેક અને સ્પેસ ગ્રે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે
  • મેઇઝુ પ્રો 7 ડ્યુઅલ સ્ક્રીન | meizu pro7 launch
    Meizu Pro 7ને ચીનમાં નવેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending

વીડિયો વધુ જુઓ