• Home
  • Gadgets
  • Reviews
  • ફોનના કેમેરાને એક્સેસ કરતો વાઇરસ | naver defender malware

તમારો ફોનનો કેમેરો જ કરશે તમારી જાસૂસી, આ App કરો Install

ફોનના કેમેરાને એક્સેસ કરતો વાઇરસ | naver defender malware

divyabhaskar.com

Apr 08, 2018, 12:06 AM IST

ગેજેટ ડેસ્કઃ જો તમને પોતાના ફોનમાં ડાઉનલોડ ફોલ્ડર ચેક કરવાની આદત નથી તો આ આદત પાડો, કારણ કે તમારી પરમિશન વિના તમારા ફોનમાં એપ આવી શકે છે અને ફોન કોલ્સ રેકોર્ડ થઇ શકે છે. આવો ખુલાસો સાઉથ કોરિયાની સિક્યોરિટી રિસર્ચર ફર્મ સાઇબર સિક્યોરિટીએ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, Naver Defender નામની એક ફેઇક એન્ટી વાઇરસ એપ છે, જે યૂઝર્સના ફોન રેકોર્ડ કરે છે, SMS વાંચે છે અને તમારા ફોનની ગેલેરીમાં ફોટો પણ ચેક કરે છે.

આ એપ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલ યૂઝર્સને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. આ એપ દ્વારા યૂઝર્સના ફોનમાં KevDroid નામનો વાઇરસ પહોંચાડવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, KevDroid એક રિમોટ એડમિનિસ્ટ્રેશન ટૂલ (RAT) છે જેને એન્ડ્રોઇડ ડિવાઇસની જાસૂસી કરવા તથા ડેટા ચોરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એપના બે વેરિઅન્ટ છે.

પહેલો વેરિઅન્ટ તમારા ફોનમાં હાજર એપને સ્કેન કરે છે અને દર 10 સેકન્ડે લોકેશન ટ્રેક કરે છે, મેસેજ મોકલે છે, તમારા ફોટો જુએ છે અને તમારી કોન્ટેક્ટ ડિટેઇલ્સ પણ ચોરે છે. જ્યારે બીજો વેરિઅન્ટ વધુ ખતરનાક છે. આ વેરિઅન્ટ ફોન કેમેરાને તમારી જાણ બહાર એક્સેસ કરી વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કરે છે. તમારી વેબ હિસ્ટ્રી તથા ફાઇલ મેનેજર પર પણ તેની નજર હોય છે.

જો તમારા ફોનમાં ભૂલથી આવી કોઇ એપ કે વાઇરસ દેખાય તો તરત જ ફોનમાં રહેલા ડેટાનું બેકઅપ લઇને ફોનને ફેક્ટરી રિસેટ કરવો જોઇએ. ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને એપ સ્કેન ઓપ્શનને પણ એક્ટિવ રાખવો જોઇએ.

X
ફોનના કેમેરાને એક્સેસ કરતો વાઇરસ | naver defender malware
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી