યુટિલિટી ડેસ્કઃ ફોન ચાર્જિગની સમસ્યાને તમે 5થી 10 મિનિટમાં જ સોલ્વ કરી શકો છો. આ માટે તમારે સોલર ચાર્જર બનાવવાનું રહેશે. સોલર ચાર્જર ઘર બેઠા માત્ર 2 મિનિટમાં જ તૈયાર કરી શકાય છે. આ ચાર્જરની ખાસ વાત છે કે, તમે ઘરની બહાર વીજળી વગર તમે ફોન ચાર્જ કરી શકશો. જો કે, આ સોલર ચાર્જર માત્ર તડકા અથવા વધુ પ્રકાશમાં જ કામ કરશે.
# આ વસ્તુઓની પડશે જરૂર
આ પ્રકારનું ચાર્જર તમે ઘરે જાતે જ બનાવી શકો છો. સોલર ચાર્જર બનાવવા માટે તમારે માત્ર ત્રણ વસ્તુઓની જરૂર પડશ. USB OTG કેબલ, 5V 1A વોલ્ટેજ રેગ્યુલેટર અને એક 6V 80 mA મિની સોલર પેનલ તમારે જોઇશે. આ ત્રણેયના કોમ્બિનેશનથી તમે સોલર ચાર્જર તૈયાર કરી શકશો. સારી વાત એ છે કે, આ ત્રણેય વસ્તુઓને તમારે યોગ્ય સ્ટેપ અનુસરીને કનેક્ટર કરવાની રહેશે. આ ત્રણેય વસ્તુઓની ઓનલાઇન પ્રાઇઝ લગભગ 500 રૂપિયા જેટલી થાય છે. જ્યારે તમે ઓનલાઇન સોલર ચાર્જર ખરીદશો તો તેની કિંમત ઓછામાં ઓછી 1000 રૂપિયા જેટલી હોય છે.
> Micro USB to USB OTG Cable : 60 રૂપિયા
> LM7805 Positive Voltage Regulator : 120 રૂપિયા (5નો સેટ)
> 6V 80mA Mini Solar Panel : 333 રૂપિયા
(આ તમામ વસ્તુઓને એમેઝોન પર મળે છે, તમે અન્ય વેબસાઇટ કે લોકલ માર્કેટમાંથી પણ તેની ખરીદી કરી શકો છો)
આગળની સ્લાઇડ્સ પર જાણો સોલર ચાર્જર બનાવવાની પ્રોસેસ અંગે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.