• Gujarati News
  • National
  • મેકબુક પ્રો 2018 લોન્ચ | Apple MacBook Pro Launch With Huge 15 Inch Screen

Apple MacBook Pro 2018 લોન્ચ, 4.90 લાખ રૂપિયામાં મળશે 4 TB સુધી સ્ટોરેજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ એપલે ગત 12 જુલાઇએ MacBook Proનું લેટેસ્ટ વર્ઝન લોન્ચ કર્યું. નવા મેકબુકમાં પણ જૂના મોડલ જેવું જ ટચબાર, 6 કોર વાળું ઇન્ટેલનું 8th જનરેશનનું પ્રોસેસર આપવામાં આવ્યું છે. એપલ મેકબુક પ્રો 2018ના 13 ઇંચ અને 15 ઇંચના બે વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એપલના નવા મેકબુક પ્રો 13 ઇંચ વેરિઅન્ટની કિંમત અંદાજે 89000 રૂપિયા (1299 ડોલર)થી શરૂ થઇને 2.87 લાખ રૂપિયા (4198 ડોલર) સુધી જાય છે. જ્યારે નવા મેકબુક પ્રો 15 ઇંચ વેરિઅન્ટની કિંમત 2399 ડોલર (અંદાજે 1.64 લાખ રૂપિયા) થી શરૂ થઇને 7198 ડોલર (અંદાજે 4.93 લાખ રૂપિયા) સુધી જાય છે. 

 

 

MacBook Pro 2018ના ફીચર્સ

MacBook Pro 2018ના 15 ઇંચ વેરિઅન્ટમાં 32 જીબી DDR4 રેમ મળશે. જ્યારે ગ્રાફિક્સ 4 જીબી અને સ્ટોરેજ 4 ટીબી સુધી મળશે. 15 ઇંચવાળા મેકબુકમાં 6 કોરવાળું ઇન્ટેલનું 7th અને  9th જનરેશનનું 2.9GHz સ્પીડવાળું પ્રોસેસર મળશે તેની મેક્સિમમ સ્પીડ 4.8GHz હશે. 

 

MacBook Pro 2018ના 13 ઇંચ વેરિઅન્ટમાં 16 જીબી DDR4 રેમ મળશે. જ્યારે સ્ટોરેજ 2 ટીબી સુધી મળશે. 13 ઇંચવાળા મેકબુકમાં ક્વૉડકોર ઇન્ટેલ i5 અને i7 પ્રોસેસર મળશે, તેની ક્લોક સ્પીડ 2.7GHz અને તેની મેક્સિમમ સ્પીડ 4.5GHz હશે. મેકબુક પ્રો 2018ના 13 ઇંચવાળા વેરિઅન્ટમાં પણ ટચ બાર અને ટચ આઇડીનો સપોર્ટ મળશે. 

 
આગળ જુઓ મેકબુક પ્રો 2018 વેરિઅન્ટના અન્ય ફોટોગ્રાફ્સ
​ ​

વાંચોઃ ચીનની સૌથી અમીર મહિલા: એપલ, સેમસંગ જેવી બ્રાન્ડ માટે ટચસ્ક્રીન બનાવે છે તેમની કંપની