મીની યૉટ / ઇટાલીની કંપનીએ બનાવી લક્ઝરી સુપર યૉટ, બાર-કિચન અટેચ

Divyabhaskar.com | Updated - Feb 09, 2019, 10:51 AM
Luxury super yacht made by Italian based Jet capsule company
X
Luxury super yacht made by Italian based Jet capsule company

  • 27 ફૂટ લાંબી યૉટમાં 12 લોકો બેસી શકે છે
  • કિંમત 1.85 કરોડ રૂપિયા, 6 મહિનામાં બજારમાં આવશે 
  • લક્ઝરી સુપર યૉટ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે 
     

ગેજેટ ડેસ્ક. ઇટાલીની કંપની જેટ કેપ્સૂલે એક સ્ટાઇલિશ નાની યૉટ બનાવી છે. તેમાં ડ્રાઇવર સહિત 12 લોકો બેસી શકે છે. જહાજ બનાવતી કંપનીના સહ-માલિક પિયારપોલે લાજારિનીએ જણાવ્યું કે આ યૉટની ડિઝાઇન અવકાશયાનથી પ્રેરિત છે. લોકોની લક્ઝરી લાઇફને ધ્યાનમાં રાખીને તે તૈયાર કરાઇ છે. તે 26 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી છે. 

હાલ તેની ટ્રાયલ ચાલી રહી છે

1.આ યોટ સંપૂર્ણ એર કન્ડિશન્ડ છે. તેમાં એક બાથરૂમ, કિચન, ડિનર ટેબલ અને બાર ઉપરાંત લોકો માટે સૂવાની પણ વ્યવસ્થા છે. યૉટ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. યૉટની સ્પીડ 114 કિ.મી. પ્રતિ કલાક છે. તેનાથી લોકો દરિયામાં ઝડપની મજા લઇ શકશે.
2.પિયારપોલે લાજારિનીએ જણાવ્યું કે આ નાની કેપ્સૂલ યૉટની કિંમત 2 લાખ પાઉન્ડ (અંદાજે 1.85 લાખ રૂપિયા) છે. હાલ તેની ટ્રાયલ ચાલી રહી છે. તેને આગામી 6 મહિનામાં બજારમાં વેચાણ માટે ઉતારાઇ શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App