15 હજારના બજેટમાં LG એ લોન્ચ કર્યો મિલિટરી ગ્રેડ સ્માર્ટફોન

LG Q7 ભારતમાં લોન્ચ, સૌથી ઓછી કિંમતમાં મળશે વોટર રેસિસ્ટન્સ ફીચર

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 12:04 PM
એલજી Q7નું વેચાણ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયું છે
એલજી Q7નું વેચાણ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયું છે

ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની LG એ ભારતમાં પોતનો મિડ-રેન્જ સ્માર્ટફોન LG Q7 લોન્ચ કર્યો છે. LG Q7 હેન્ડસેટ IP68 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે. તે સિવાય આ ફોનને મિલિટરી ગ્રેડ સર્ટિફિકેશન પણ મળ્યું છે. ફોનની ખાસિયતોની વાત કરીએ તો ફોન ફુલ HD+ ડિસ્પ્લે, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને ફેસ અનલોક જેવા ફીચર ધરાવે છે. LG Q7 સ્માર્ટફોન ક્યૂલેન્સ ધરાવે છે જેની મદદથી યૂઝર કેમેરાનો યૂઝ ઇમેજ સર્ચિંગ અને ઓનલાઇન શોપિંગ માટે કરી શકશે. કંપનીનો દાવો છે કે, 60 મિનિટમાં ફોનની બેટરી 60 ટકા ચાર્જ થઇ જશે.

LG Q7ના ફીચર્સ
- 5.5 ઇંચની ફુલ વિઝન ડિસ્પ્લે
- 3 જીબી રેમ
- 32 જીબી સ્ટોરેજ
- 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા
- 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર પ્રોસેસર
- બેક સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સપોર્ટ
- 3000 mAhની બેટરી


LG Q7ની ભારતમાં કિંમત
એલજી ક્યૂ7ની કિંમત 15990 રૂપિયા રાખવામાં આવી છે. ફોનનું વેચાણ 1 સપ્ટેમ્બરથી રિટેલ સ્ટોર્સમાંથી શરૂ થઇ ગયું છે. સ્માર્ટફોનને બ્લેક અને બ્લૂ વેરિઅન્ટમાં ખરીદી શકાશે.

આ પણ વાંચોઃ દેશનું પહેલું સેમસંગ LED થિયેટર, પ્રોજેક્ટર કરતાં 10 ગણી બ્રાઇટનેસ અને ક્લેરિટી મળશે

X
એલજી Q7નું વેચાણ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયું છેએલજી Q7નું વેચાણ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયું છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App