Home » Gadgets » Latest » એલજીનો સ્ટાયલસવાળો ફોન Q Stylus + ભારતમાં લોન્ચ | LG Q Stylus+ lauched with 4 gb ram

LG Q Stylus + ભારતમાં લોન્ચ, સસ્તામાં મળશે સ્ટાયલસવાળો સ્માર્ટફોન

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 11:42 AM

ઓછી કિંમતમાં સેમસંગની નોટ સીરિઝને ટક્કર આપશે LGનો સ્માર્ટફોન

  • એલજીનો સ્ટાયલસવાળો ફોન Q Stylus + ભારતમાં લોન્ચ | LG Q Stylus+ lauched with 4 gb ram
    સ્ટાયલસવાળો સસ્તો સ્માર્ટફોન

    ગેજેટ ડેસ્કઃ LG કંપનીએ સ્ટાયલસવાળો ફોન પસંદ કરતાં યૂઝર્સ માટે મિડરેન્જ સ્માર્ટફોન LG Q Stylus + ભારતમાં લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે, એલજી ક્યૂ સીરિઝના આ સ્માર્ટફોનને જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એલજીનો ક્યૂ સ્ટાયલસ પ્લસ નામ પરથી જણાય છે તેમ સ્ટાયલસ સાથે આવે છે. LG Q Stylus +ની ખાસિયત ફુલ વિઝન ડિસ્પ્લે, સ્ટાયલસ, 4 જીબી રેમ અને 16 મેગાપિક્સલનો કેમેરો છે.

    LG Q Stylus +ના ફીચર્સ
    - 6.3 ઇંચની ફુલ HD ફુલ વિઝન ડિસ્પ્લે,
    - ફોનમાં નીચેની તરફ જમણી બાજુ સ્ટાયલસ સ્લોટ છે
    - આ સ્ટાયલસ કાઢીને તમે ગમે ત્યારે લખી શકો છો. સ્ક્રીન બંધ હશે તો પણ તમે સ્ટાયલસથી લખીને નોટ્સ લઇ શકશો.
    - સ્ટાયલસ કાઢતાં જ નોટ્સ લેવાનો, કોઇ એપ લોન્ચ કરવાનો કે કેમેરાથી GIF રેકોર્ડ કરવાનો ઓપ્શન મળે છે.
    - 4 જીબી રેમ
    - 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (2 ટીબી સુધી એક્સપાન્ડેબલ)
    - 16 મેગાપિક્સલનો રિઅર કેમેરા
    - 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - ફોનની બેકસાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે.
    - 3300 mAhની બેટરી
    - IP 68 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ
    - એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ

    LG Q Stylus+ ની કિંમત
    ભારતમાં LG Q Stylus +ની કિંમત 21990 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને મોરક્કન બ્લૂ, અરોરા બ્લેક અને લવેન્ડર વાયલટ રંગમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે, ભારતમાં માત્ર બે જ વેરિઅન્ટમાં ફોનને ખરીદી શકાશે. ફોનનું વેચાણ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે.

    ટેક્નો વેબસાઇટ 'ધ વર્જ' અનુસાર, પહેલી નજરે કદાચ Q Stylus +ના ફીચર્સ એટલા પાવરફુલ નહીં લાગે પણ મિડરેન્જમાં સ્ટાયલસ ફોન યૂઝ કરવાની ઇચ્છા રાખનારાઓ માટે આ ખરેખર બેસ્ટ ઓપ્શન છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ