ભારતીય માર્કેટમાં મળી રહેલા સેમસંગના ફેક ચાર્જર, ઓળખવા માટે ફોલો કરો સ્ટેપ; એપલની પણ અનેક પ્રોડક્ટ સહિતની ઘણી એક્સેસરિઝ છે સામેલ

આ વસ્તુઓ જોઇને પણ લગાવી શકો છો નકલીની ઓળખ

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 11:51 AM
know the process to identify fake and real mobile accessories

ગેજેટ ડેસ્કઃ ભારતમાં સ્માર્ટફોન અને એક્સેસરિઝનું માર્કેટ સતત વધી રહ્યું છે. અહીં ફેક ગેજેટની પણ મોટી રેન્જ છે. જેને જોઇને નકલી હોવાની ખરાઇ કરાઇ કરવામાં મુશ્કેલી થાય છે. તેવામાં જો તમે મોંઘા સ્માર્ટફોન અથવા ગેજેટ ખરીદી રહ્યાં છો અને તે ફેક મોડલ હોય તો, બાદમાં પસ્તાવું પડે છે. આવી સ્થિતિમાં નકલી અને અસલીની ઓળખ કરતા આવડતું હોવું જોઇએ.

ફેક એક્સેસરિઝ
નકલી પ્રોડક્ટને ફેક અથવા તો ડુપ્લિકેટ પણ કહેવામાં આવે છે. જે દેખાવે એકદમ રિયલ અથવા ઓરિજિનલ જેવા જ લાગે છે. ફેક પ્રોડક્ટને બનાવવામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તે ઓરિજિનલ જેવા દેખાય. આ માટે બોડી, કલર, લોગો દરેક વસ્તુમાં મહેનત કરવામાં આવે છે. એટલે કે તેને જોઇને એ વાત જાણવી મુશ્કેલ થઇ જાય છે કે તે અસલી છે કે નહીં. જોકે જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની પોલ ખુલે છે.

સેમસંગ ચાર્જર
ભારતમાં સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘણી છે. તેવામાં તેમને કંપનીના ચાર્જરની જરૂર રહે છે, પરંતુ માર્કેટમાં તેના ફેક ચાર્જર પણ મળી રહ્યાં છે, જે તમારા ફોનને ખરાબ કરી શકે છે. અહીં ઉપર દર્શાવવામાં આવેલી તસવીરમાં જે કોપી ચાર્જર છે, તેમાં અમે રેડ કલરથી માર્ક કર્યું છે. ફેક ચાર્જરમાં કંપનીના નામમાં ઉપયોગમાં લેવાયેલ ટેક્સ્ટ અલગ છે. સાથે જ તેમાં એડિશનલ A+ લખેલું છે. ફેક ચાર્જર પર મેડ ઇન ચાઇના લખ્યું છે. એટલે કે આ વસ્તુઓની ધ્યાનમાં રાખવામાં આવે તો ફેક ખરીદવાથી બચી શકાય છે.

know the process to identify fake and real mobile accessories

માઇક્રો USB પોર્ટ
સ્માર્ટફોન વાપરનારા તમામ યૂઝર્સને USB કેબલની જરૂર રહે છે. યૂઝર્સ ફોનને ચાર્જ કરવા માટે, ડેટા ટ્રાન્સફર કરવા માટે આ કેબલનો ઉપયોગ એક-બીજા પાસેથી લઇને પણ કરતા હોય છે. જોકે તમે USB કેબલ લઇ રહ્યા છો તો એ વાત જરૂર ચકાસો કે તે રિયલ છે કે નહીં, કારણકે તે તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. ઉપર દર્શાવેલી તસવીરમાં જમણી તરફ ફેક કેબલ છે. જેમાં USB કનેક્ટર રિયલ કરતા વધારે લાંબુ છે, USBનો લોગો બ્લેક કલરમાં છે.

know the process to identify fake and real mobile accessories

USB પોર્ટ
માઇક્રો પોર્ટની જેમ USB પોર્ટને ચેક કરવાની પણ જરૂર છે, કારણ કે ઘણીવાર આ પોર્ટનો ઉપયોગ કોમ્પ્યુટર, લેપટોપ, ચાર્જરમાં કરવામાં આવે છે. ઉપરની તસવીરમાં તેમાં ડાબી બાજુ કોપી USB પોર્ટ છે. ફેક પોર્ટમાં ઉપર કોઇ નંબર અથવા અન્ય ટેક્સ્ટ લખેલી હોઇ શકે છે. સાથે જ કેબલ પર પ્રિન્ટ USB લોગોનો કલર પણ અલગ હોઇ શકે છે. તેમાં તેની ઓળખ ધ્યાનથી કરવી જોઇએ. 

know the process to identify fake and real mobile accessories

સેમસંગ ચાર્જરની ટેક્સ્ટ
માર્કેટમાં સેમસંગની ફેક પ્રોડક્ટની ઓળખ તેના પર લખેસા ટેક્સ્ટથી સરળતાથી કરી શકાય છે. ફેક પ્રોડક્ટ પર આમ તો સેમસંગની સ્ટાઇલ કોપી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં તેમા ટેક્સ્ટ અલગ હોય છે. ઉપર જે ફોટો છે, તેમાં પણ તમામ ટેક્સ્ટ એક જેવા છે, પરંતુ જ્યારે તમે Aને ધ્યાનથી જોશો તો એ થોડોક અલગ લાગે છે. કોપી ચાર્જમાં A ઉપરની તરફ મોટો જોવા મળે છે. 

know the process to identify fake and real mobile accessories

ચાર્જરનો USB પોર્ટ
ફોટોમાં જોઇને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે સેમસંગ ચાર્જરના રિયલ અને ફેક USB પોર્ટમાં કેટલું અંતર છે. બન્નેની ડિઝાઇન સંપૂર્ણપણે અલગ છે. જોકે તેમને અલગ-અલગ જોવામાં આવે તો એ વાતનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ થઇ જાય છે કે તે નકલી છે. સાથે જ તેની  અંદર રહેલું ફીમેલ USB કનેક્ટર પણ અલગ છે. 

know the process to identify fake and real mobile accessories

સેમસંગ ચાર્જર પિન
સેમસંગના ફેક ચાર્જરની પિન પણ અલગ છે. ઓરિજિનલ ચાર્જરની પિનમાં નીચેની તરફ એક નાની લેયર બનેલી હોય થે, જ્યારે ફેકમાં આવું નથી હોતું. જોકે, આ ડિઝાઇનને જોઇને કોઇ નથી કહીં શકતું કે તે ફેક ચાર્જર છે. 

know the process to identify fake and real mobile accessories

એપલ ઇયરપોડ
માર્કેટમાં એપલના ફેક આઇફોન સાથે એક્સેસરિઝ પણ મળી રહી છે. તેવામાં જો તમે એપલ ઇયરપોડ લેવા જઇ રહ્યાં છો તો પછી તેને ધ્યાનથી જોઇને ખરીદો. ફેક ઇયરપોડ દેખાવે ઓરિજિનલ જેવું જ લાગે છે, પરંતુ સાઉન્ડ ક્વોલિટીના મામલે નબળું હોય છે. તેની ઓળખ વોલ્યૂમ કી(Key) વચ્ચે જે ગેપ છે તેનાથી કરી શકાય છે. ફેક ઇયરપોડમાં ગેપ બ્લેક અથવા સ્લેટી કલરની હોઇ શકે છે, જ્યારે ઓરિજિનલમાં તે વ્હાઇટ હોય છે. સાથે જ તેમાં પેકિંગ બોક્સમાં એપલનો લોગો જરૂર જૂઓ. જોકે, તેની સાચી ઓળખ તો તેની સાઉન્ડ ક્વોલિટીથી કરી શકાય છે. 

know the process to identify fake and real mobile accessories

એપલ ઇયરપોડ જેક
એપલના ઓરિજિનલ ઇયરપોડમાં જે 3.5mm જેક હોય છે, તે લાઇટ ગોલ્ડન કલરમાં હોય છે, સાથે જ તેની વચ્ચે વ્હાઇટ કલરની રિંગ્સ હોય છે. બીજી તરફ ફેક ઇયરપોડની વચ્ચે રિંગ્સ બ્લેક કલરની હોય છે. એટલું જ નહીં, જેકમાં રહેલું મેટલ સિલ્વર કલરનું છે, જે રિયરથી સંપૂર્ણપણે અલગ છે. 

know the process to identify fake and real mobile accessories

પેનાસોનિક ચાર્જર
સેમસંગની જેમ પેનાસોનિકના ફેક ચાર્જર પણ માર્કેટમાં મળી રહ્યાં છે. ઉપર જે તસવીર છે, તેમાં ડાબી બાજુ રિયલ ચાર્જર છે, જ્યારે ફેક તેનાથી ઘણું અલગ છે. જોકે બન્નેની ડિઝાઇન સરખી છે, પરંતુ તેના પર લેખલા ટેક્સ્ટથી ફેકની ઓળખ થઇ શકે છે. ઓરિજિનિલમાં C લખ્યો છે, જે CSના એપ્રૂવલને દર્શાવે છે. આ સાથે બન્નેમાં સિરિયલ નંબરનું ફોર્મેટ પણ અલગ છે. જે રિયલ ચાર્જરની સેન્ટરમાં ઓપન પેચમાં લાગેલું છે. 

know the process to identify fake and real mobile accessories

બીટ્સ હેડફોન
ફેક એક્સેસરિઝમાં બીટ્સ કંપનીના હેડફોન પણ મળે છે. ઉપરની તસવીરમાં દર્શાવેલા ફેક હેડફોનમાં જે અંતર છે તેને અમે રેડ કલરથી માર્ક કર્યું છે. બન્ને હેડફોનને જોઇને રિયલ અને ફેકનું અંતર શોધી શકાય છે. જેમાં સૌથી મોટું અંતર સાઉન્ડ ક્વોલિટી છે. એટલે કે તેની બોડીથી ફેકની ઓળખ થઇ શકતી નથી પરંતુ સાઉન્ડથી સરળતાથી કરી શકાય છે. 

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App