Reliance Jioની ફ્રી સર્વિસ, JioTunes યૂઝ કરવાની પ્રોસેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ Reliance Jio એ સસ્તા ડેટા અને ફ્રી કોલિંગ સિવાય અન્ય ઘણી સુવિધાઓ ફ્રીમાં આપે છે. મોટાભાગના જિયો યૂઝર MyJio એપનો ફ્રીમાં યૂઝ કરતાં હોય છે. તે સિવાય JioTunes પણ કંપનીની વધુ એક ફ્રી સર્વિસ છે. જ્યારે કોઇ વ્યક્તિ તમને મોબાઇલ પર ફોન કરે તો એને ટ્રેડિશનલ રિંગ (ટ્રિંગ ટ્રિંગ) સંભળાતી હોય છે, તેની જગ્યાએ તમારે કોઇ સોંગ રાખવું હોય તો તમે રાખી શકો છો. કેટલીક કંપનીઓ તેને કોલર ટ્યૂન્સ કહે છે તો કોઇ એને હેલો ટ્યૂન્સ. જિયોએ પોતાની આ સર્વિસને જિયોટ્યૂન્સ નામ આપ્યું છે.

 

જિયોના આગમન પહેલા કંપનીઓ આ સર્વિસના 30થી 45 રૂપિયા પ્રતિમહિને ચાર્જ લગાવતી હતી, પરંતુ જિયોએ લોન્ચિંગ પછીથી જ આ સર્વિસને ફ્રી કરી દીધી હતી.

 

જિયોટ્યૂન સેટ કરવાની પ્રોસેસ
- સૌથી પહેલા પોતાના પ્લે સ્ટોરમાંથી Jio Music એપ ડાઉનલોડ કરો.
- હવે તમે એ ગીત સર્ચ કરો જેને તમે પોતાના કોલર્સને સંભળાવવા ઇચ્છો છો.
- તે ગીતને પ્લે કરો. જ્યારે તમે ગીત પ્લે કરશો તો તમને Set As Jio Tune નામનો એક ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
- ક્લિક કરતાં જ તમારી પાસે ફરીવાર કન્ફર્મેશન માગવામાં આવશે.
- કન્ફર્મ કરતાં જ તમારી પાસે જિયો ટોન સર્વિસ એક્ટિવ થવાનો મેસેજ આવશે.
- ઉલ્લેખનીય છે કે, આ સર્વિસ અત્યારે પણ ફ્રી છે. જો કે, જિયો મ્યુઝિક એપ પર અવેલેબલ ઘણાં સોંગ્સ જિયો ટોન માટે અવેલેબલ નથી.

આ પણ વાંચોઃ 2999 રૂપિયામાં બ્લેકબેરી જેવો લૂક આપશે JioPhone 2, મળશે ક્વેર્ટી કીપેડ સહિતના 5 દમદાર ફીચર્સ